મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી-2019માં ભલે ભાજપ-શિવસેના ગઠબંધનને સ્પષ્ટ જનાદેશ મળ્યો હોય, પરંતુ મુખ્યમંત્રી પદ અંગે ખેંચતાણ ચાલુ છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સામે 50-50 ફોર્મ્યુલાની શરત મુકી દીધી છે. શિવસેના પહેલા શાસન માટે આ ફોર્મ્યુલા મુકવા માગે છે. ત્યાર પછી જ નવી સરકારની રચના મુદ્દે ચર્ચ ાથશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બધી ખેંચતાણ વચ્ચે ભાજપના અધ્યક્ષ અમિત શાહે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી છે અને શિવસેનાને વિજય બાબતે અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ સરકારની રચના અંગે ચર્ચા કરી હતી. ઉદ્ધવ ઠાકરેની શરત મુજબ 50-50 ફોર્મ્યુલાનો આશય પાંચ વર્ષના કાર્યકાળમાં અઢી વર્ષ સુધી મુખ્યમંત્રીની ખુરશી શિવસેના પાસે હોવી જોઈએ. દિવાળી પછી નવી સરકારની રચના થશે. 


Haryana Election: ગોપાલ કાંડા મામલે ઉમા ભારતીએ ઉઠાવ્યા સવાલ, ગીતિકા આત્મહત્યા કાંડ યાદ કરાવ્યો


સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર શિવસેના નાયબ મુખ્યમંત્રીની ખુરશી સાથે સમાધાન કરવા તૈયાર નથી. શનિવારે શિવસાનેના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાવાની છે. આ પહેલા જ અનેક ધારાસભ્યોએ આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની માગણી કરી દીધી છે. 


સામનામાં ભાજપને આપ્યો મીઠો ઠપકો
ચૂંટણી પરિણામના બીજા દિવસે જ શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રકાશિત સંપાદકિયમાં ઈશારા-ઈશારામાં જ તેણે ભાજપની ઘટી ગયેલી લોકપ્રયતાનો અહેસાસ કરાવ્યો હતો. શવિસેનાએ સંપાદકીયમાં ભાજપની ટીકા કરી છે, જ્યારે રાજ્યમાં એનસીપી અને કોંગ્રેસની વધતી તાકાતનો પણ ઉલ્લેખ કર્યો છે. શવિસેનાએ કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ સ્પષ્ટ જવાબ આપી દીધો છે. અતિ નહીં, ઉન્માદ નહીં, નહિંતર સમાપ્ત થઈ જશો. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...