સૌથી મોટી કંપનીએ કહ્યું- 2024 સુધી બધાને નહીં મળી શકે કોરોના વેક્સિન
અદાર પૂનાવાલાએ ભારતના 1.4 અબજ લોકો સુધી વેક્સિન પહોંચાડવાને લઈને ચિંતા પણ વ્યક્ત કરી કારણ કે અહીં વેક્સિનના ટ્રાન્સપોર્ટ માટે કોલ્ડ ચેન સિસ્ટમ નથી.
નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યુ કે, 2024 સુધી એટલી વેક્સિન તૈયાર થઈ શકશે નહીં કે વિશ્વના બધા લોકોને ડોઝ આપી મળી શકે. તેમણે ભારતના બધા લોકો સુધી વેક્સિન પહોંચવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના એક રિપોર્ટ પ્રમાણે, અદાર પૂનાવાલાનુ કહેવુ છે કે દવા કંપનીઓ પોતાની ઉત્પાદન ક્ષમતા એટલી વધારી શકી નથી કે ઓછા સમયમાં વિશ્વને વેક્સિન આપી શકાય.
ft.com ના રિપોર્ટ પ્રમાણે, અદાર પૂનાવાલાએ કહ્યુ, ધરતી પર હાજર બધા લોકોને વેક્સિન આપવામાં 4થી 5 વર્ષ લાગશે. તેમણે કહ્યુ કે, જો એક વ્યક્તિ માટે કોરોના વેક્સિનના બે ડોઝની જરૂર હોય તો વિશ્વ માટે 15 અબજ ડોઝની જરૂર પડશે.
અદાર પૂનાવાલાએ ભારતના 1.4 અબજ લોકો સુધી વેક્સિન પહોંચાડવાને લઈને ચિંતા પણ વ્યક્ત કરી કારણ કે અહીં વેક્સિનના ટ્રાન્સપોર્ટ માટે કોલ્ડ ચેન સિસ્ટમ નથી. મહત્વનું છે કે વેક્સિન તૈયાર થયા બાદ ફ્રીઝરમાં રાખવાની હોય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કોલ્ડ ચેન સિસ્ટમની જરૂર પડે છે.
સંસદ સત્રઃ મીનાક્ષી લેખી સહિત 17 સાંસદો બન્યા કોરોનાનો શિકાર
અદાર પૂનાવાલાએ કહ્યુ, હું હજુ પણ આવી કોઈ મજબૂત યોજના જોઈ રહ્યો નથી જેનાથી 40 કરોડ (ભારતના)થી વધુ લોકોને વેક્સિન મળી જશે. તમે એવી કોઈ સ્થિતિ ઈચ્છતા નથી કે તમારી પાસે પોતાના દેશ માટે વેક્સિન ઉત્પાદન કરવાની ક્ષમતા હોય, પરંતુ તમે તેને કંઝ્યુમ ન કરી શકો.
પુણે સ્થિત કંપની સીમર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોરોના વેક્સિન ઉત્પાદન માટે પાંચ આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે સમજૂતી કરી છે. તેમાં AstraZeneca અને Novavax જેવી કંપનીઓ સામેલ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટનું લક્ષ્ય એક અબજ વેક્સિનના ડોઝનું ઉત્પાદન કરવાનું છે, જેમાંથી અડધી વેક્સિન ભારતને મળશે.
COVID-19: ઓક્ટોબર-નવેમ્બરમાં વધશે મોતનો આંકડો, WHOની ચેતવણી
અદાર પૂનાવાલાએ ફાઇનાન્શિયલ ટાઇમ્સને તે પણ કહ્યું કે, તે વેક્સિન ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે સાઉદીના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF), અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની ADQ અને અમેરિકી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ TPG સાથે 600 મિલિયનનું ફંડ મેળવવા માટે વાતચીત કરી રહ્યાં છે. પરંતુ PIF અને TPGએ તેના પર પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube