2020માં કોરોનાના કારણે નહી, પણ આ કારણે લાખો લોકોએ ગુમાવ્યો જીવ, ચોંકાવી દેનાર રિપોર્ટ
2020માં રોડ અકસ્માતમાં મરનાર લોકોમાંથી 43 લોકો એટલે કે 56 હજાર 873 લોકો ટૂ વ્હીલર પર સવાર હતા. તો બીજી તરફ બીજા નંબર પર પગપાળા ચાલનાર લોકોના મોત થયા છે. આ સંખ્યા 2020માં 477 એટલે કે લગભગ 18 ટકા હતી.
2020 India Road Accidents: વર્ષ 2020 માં માર્ચ પછી દેશમાં લોકડાઉન હોવાછતાં 1 લાખ 31 હજાર લોકોએ રોડ એક્સિડેન્ટમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. સરકારે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું કે 2019 ના મુકાબલે 2020 માં 18 ટકા ઓછા અકસ્માત થયા છે. પરંતુ 2020 માં માર્ચ બાદ રસ્તા પર ગાડીઓની સંખ્યા નહીવત હતી. કોરોના વાયરસ મહામારીના કારણે ભારતમાં લોકડાઉન હતું. તેમછતાં દેશમાં સવા લાખથી વધુ લોકોએ જીવ રોડ અકસ્માતમાં ગુમાવ્યો છે. ભારતના રસ્તા પર અક્સ્માત તો દરરોજ થાય છે, પરંતુ તેનાથી કોઇ શિખામણ લેતું નથી.
અકસ્માતોના ચોંકાવનારા આંકડા
2020 માં રોડ અકસ્માત- 3 લાખ 66 હજાર 138
2019 માં રોડ અક્સ્માત- 4 લાખ 49 હજાર 2
2020 માં રોડ અકસ્માતમાં મોતની સંખ્યા- 1 લાખ 31 હજાર 714
202019 માં રોડ અકસ્માતમાં મોતની સંખ્યા
2020 માં 1 લાખ 216 હજાર 496 એક્સીડેન્ટ નેશનલ હાઇવે પર થયા, કુલ અકસ્માતમાં 32 ટકા અકસ્માત હાઇવે પર થયા છે. તેમા6 47 હજાર 984 લોકોના મોત થયા, જ્યારે 2019 માં થયેલા કુલ રોડ અકસ્માતમાંથી લગભગ 1 લાખ 38 હજાર એટલે કે 30% અકસ્માત નેશનલ હાઇવે પર થયા જેમાં 53 હજાર લોકોના મોત થયા છે.
મરનારાઓમાં ટૂ વ્હીલરવાળા સૌથી વધુ
2020માં રોડ અકસ્માતમાં મરનાર લોકોમાંથી 43 લોકો એટલે કે 56 હજાર 873 લોકો ટૂ વ્હીલર પર સવાર હતા. તો બીજી તરફ બીજા નંબર પર પગપાળા ચાલનાર લોકોના મોત થયા છે. આ સંખ્યા 2020માં 477 એટલે કે લગભગ 18 ટકા હતી.
દર વર્ષે 5 લાખ અકસ્માત
ભારતના કુલ રોડ નેટવર્કમાં નેશનલ અને સ્ટેટ હાઇવે ફક્ત 5 ટકા છે. પરંતુ તે 5 ટકા રસ્તા પર 48 ટકા અકસ્માત થાય છે. દેશમાં દર વર્ષે 5 લાખ અકસ્માત થાય છે. જેમાં દર વર્ષે દોઢ લાખ લોકોના મોત થાય છે. મૃતકોમાં 65 ટકા લોકો 18 થી 45 વર્ષની ઉંમરની વચ્ચે હોય છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇજેશન એટલે કે BRO ના અનુસાર ભારતમાં 1990 માં મોતના દસ મોટા કારણોની યાદીમાં રોડ એક્સિડેન્ટ 9મા નંબર પર હતા. આજે પણ ભારતમાં દિલની બિમારીથી અથવા કોરોના વાયરસના કારણે મોત બાદ સૌથી વધુ મોત અકસ્માતનું કારણ હોય છે.
હાઇવે પર અકસ્માત 2 ટકા વધ્યા
હવે બીજું કોરણ એટલે કે રોડની સ્થિતિની વાત કરીએ તો મોટી મોટી અને ખુલ્લા રસ્તા પર વધુ અકસ્માત નોંધાયા છે. ભારતમાં 2020 માં થયેલા રોડ અકસ્માતમાંથી 47 ટકા હાઇવે પર થયા હતા. 2019 ના મુકાબલે 2020 માં અકસ્માત ભલે ઓછા થયા પરંતુ હાઇવે પર અકસ્માત 2 ટકા વધ્યા છે. એટલે કે ભારતીયોને ખુલ્લા અને પહોળા રસ્તા મળી જાય તો સૌથી પહેલાં તેના પર ગાડી દોડાવવાનો વિચાર આવે છે. સુરક્ષિત ડ્રાઇવિંગનો નહી. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે દરેક ચોકડી પર ટ્રાફિક પોલીસ અથવા સીસીટીવીથી ચલણ કાપવાને સિસ્ટમ હોવી જરૂરી છે. જેના પર ભારતમાં અત્યારે કામ કરવાની જરૂર છે.
ઓવર સ્પીડના કારણે 73 ટકા એક્સીડેન્ટ્સ થયા
ભારતમાં રોડ એક્સીડેન્ટ્સના કારણો જોઇએ તો ત્રણ કારણ છે. માનવીય ભૂલો પ્રથમ નંબર પર છે, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન, ડ્રાઇવિંગ લાઇસન્સ વિના અને હેલ્મેટ વિના અને સીટ બેલ્ટ્સ જેવા સેફ્ટી ડિવાઇસના વાહનોનું ચલણ. બીજા નંબર પર છે રસ્તાની હાલત અને ત્રીજા નંબર પર છે વાહાનોની સ્થિતિ. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનમાં સૌથી ઉપર છે ઓવર સ્પિડીંગ. 2020 માં ભારતમાં થયેલા કુલ રોડ અકસ્માતમાં ઓવરસ્પિડીંગના કારણે 73 ટકા એક્સીડેન્ટ્સ થયા, 70 ટક લોકોના મોતનું કારણ ઓવરસ્પિડીંગ રહી અને 63 ટકા લોકો આ કારણે ઘાયલ થયા. ત્યારબાદ વારો આવે છે રોંગ સાઇડ ગાડી ચલાવનારાઓની અને લેન ડ્રાઇવિંગ ના કરવાની.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube