ગુલામ નબી આઝાદે બનાવ્યો માસ્ટર પ્લાન, હવે કોંગ્રેસને લાગશે મોટો ઝટકો
બુધવારે જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીના 51 નેતાઓએ પણ પાર્ટી છોડી ગુલામ નબી આઝાદને સમર્થન આપ્યું છે. એટલું જ નહીં ગુરૂવારે કોંગ્રેસના 5000 કાર્યકર્તા પાર્ટી છોડી આઝાદનું સમર્થન આપશે.
શ્રીનગરઃ ગુલામ નબી આઝાદે આસરે એક સપ્તાહ પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. આટલા ઓછા સમયમાં આઝાદે કોંગ્રેસ પાર્ટીને પોતાની તાકાત દેખાડવાની શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં મોટું વર્ચસ્વ રાખતા આઝાદના કદનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે એક સપ્તાહમાં કોંગ્રેસના 100થી વધુ નેતા પાર્ટી છોડી આઝાદને પોતાનું સમર્થન આપી ચુક્યા છે. બુધવારે જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટીના 51 નેતાઓએ પણ પાર્ટી છોડી આઝાદને પોતાનું સમર્થન આપી દીધુ છે. એટલું જ નહીં ગુરૂવારે કોંગ્રેસના 5000 કાર્યકર્તાઓ પાર્ટી છોડી આઝાદને પોતાનું સમર્થન આપશે.
ગુલામ નબી આઝાદે 26 ઓગસ્ટે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું હતું. તેમના રાજીનામાને કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ પોતાના નિવેદનથી તે સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે પાર્ટીને તેનાથી કોઈ ફેર પડતો નથી. પરંતુ જે રીતે આઝાદના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીમાં વિખવાદ શરૂ થયો છે, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં. પહેલાથી દેશની રાજનીતિમાં સતત પોતાની જમીન ગુમાવી રહેલી કોંગ્રેસ પાર્ટી માટે આ વાત ખરાબ સ્વપ્નથી ઓછી નથી.
આ પણ વાંચોઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતાનું ઇટાલીમાં નિધન, લાંબા સમયથી હતા બીમાર
આઝાદ સાથે જોડાશે 5000 કોંગ્રેસી કાર્યકર્તા
ગુલામ નબી આઝાદના સમર્થનમાં જમ્મુ-કાશ્મીરના 5000 કોંગ્રેસી કાર્યકર્તા ગુરૂવારે ઉરીમાં યોજાનારા એક કાર્યક્રમ દરમિયાન સામૂહિક રાજીનામા આપશે અને આઝાદને પોતાનું સમર્થન આપશે. આ પહેલા બુધવારે 42 કોંગ્રેસી નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામુ આપ્યું અને કહ્યું કે તે આઝાદની નવી પાર્ટી સાથે જોડાશે. કુલ મળીને જમ્મુ-કાશ્મીરમાં આઝાદે અત્યાર સુધી કોંગ્રેસના 100થી વધુ નેતાને પોતાની સાથે સામેલ કરી લીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube