દેશમાં વધુ 10 લોકોને કોરોનાનો ચેપ, કેરલમાં 6 અને કર્ણાટકમાં નવા 4 મામલા આવ્યા સામે
દેશમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 57 સુધી પહોંચી ગઈ છે. આજે કેરલમાં 6 જ્યારે કર્ણાટકમાં ચાર નવા દર્દી સામે આવ્યા છે. સોમવાર સુધી દેશમાં 47 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત હતા.
નવી દિલ્હીઃ દેશમાં વધુ 10 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેમાંથી છ કેરલ જ્યારે ચાર કર્ણાટકથી છે. કેરલમાં નવા મામલાની જાણકારી ત્યાંના મુખ્યપ્રધાને આપી છે. તો કર્ણાટકના સ્વાસ્થ્ય પ્રધાને રાજ્યમાં ચાર દર્દીઓ વિશે જણાવ્યું છે. આ સાથે દેશમાં કોરોના વાયરસથી કુલ ચેપી લોકોની સંખ્યા વધીને 57 સુધી પહોંચી ચુકી છે. પરંતુ કેન્દ્ર સરકારે આ નવા મામલાની ખાતરી કરી નથી.
કેરલમાં છ નવા દર્દી
કેરલના મુખ્યપ્રધાન પિનરાયી વિજયને કહ્યું કે, રાજ્યમાં સાતમાં ધોરણ સુધી અભ્યાસ અને પરીક્ષા 31 માર્ચ સુધી સ્થગિત રહેશે. એટલે કે કેરલમાં સાતમાં ઘોરણ સુધીના બાળકોની શાળા બંધ રહેશે. મુખ્યપ્રધાને જણાવ્યું કે, ધોરણ 8, 9 અને 10ની પરીક્ષા નિર્ધારિત યોજના પ્રમાણે યોજાશે. કેરલ સરકારે ટ્યૂશન ક્લાસ, આંગણવાડી, મદરસા 31 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube