નવી દિલ્હીઃ કોરોનાના સૌથી સંક્રામક સ્વરૂપ ઓમિક્રોન હવે ત્રણ ભાગમાં વિભાજીત થઈને વધુ શક્તિથી ફેલાવા લાગ્યો છે. ઓમિક્રોનના સબ-વેરિએન્ટ બીએ.1, બીએ.2, અને બીએ.3 છે, જેમાંથી બીએ.2 સબ-વેરિએન્ટ વિશ્વમાં ઝડપથી ફેલાય રહ્યો છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જલદી બીએ.2 સબ-વેરિએન્ટ વિશ્વમાં ઓમિક્રોનના મૂળ સ્વરૂપની જગ્યા લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓમિક્રોનના મુકાબલે બીએ.2 વધુ સંક્રામક છે તેથી બ્રિટનની હેલ્થ સિક્યોરિટી એજન્સીએ તેને તપાસની શ્રેણીમાં રાખી દીધો છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે આ સબ-વેરિએન્ટ રસીના પ્રભાવ અને વાયરસના અન્ય સ્વરૂપોને પણ માત આપી શકે છે.


ભારત સહિત ઘણા દેશોમાં તેના દર્દી
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે જણાવ્યુ કે વિશ્વભરમાં બીએ.2 ના આશરે 8 હજાર નવા કેસ આવ્યા છે. ભારત અને ફિલીપીન્સની સાથે ડેનમાર્ક અને જર્મનીમાં તેના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વૈજ્ઞાનિકોની ટીમ વાયરસના નવા સ્વરૂપ પર નજર રાખી રહી છે. 


આ પણ વાંચોઃ પંજાબની આ સીટ પરથી ચૂંટણી લડશે કેપ્ટન અમરિંદર, CM ચન્ની અને ભગવંત માન પર તાક્યું તીર


ઓળખ કરવામાં સરળ
સારી વાત છે કે બીએ.2 ની ઓળખ સરળ હશે કારણ કે તેમાં સ્પાઇક-એસ જીન નહીં હોય. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જીનોમ સિક્વેન્સિંગની જગ્યાએ આરટી-પીસીઆર ટેસ્ટથી તેની ઓળખ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વેરિએન્ટની ઓળખ માટે જીનોમ સિક્વેન્સિંગનો સહારો લેવામાં આવે છે. 


હાલ ઓમિક્રોનના ત્રણ સ્વરૂપ મળ્યા
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે ઓમિક્રોનના ત્રણ સ્વરૂપ બીએ.1, બીએ.2 અને બીએ.3 છે. પરંતુ બીએ.2 સ્વરૂપ ઝડપથી ઓમિક્રોનના મૂળ સ્ટ્રેનની જગ્યા લઈ રહ્યું છે. એચએસએનું કહેવું છે કે તે જાણકારી મેળવવી સંભવ નથી કે આ રૂપની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે. 


આ પણ વાંચોઃ Corona Testing માટે શરૂ થઇ આ વિચિત્ર રીત, જાણીને ગુસ્સો આવશે


આગામી મહિના મહત્વના
ઇમ્પીરિયલ કોલેજ લંડનના મહામારી નિષ્ણાંત ડો. ટોમ પીકોકનું કહેવુ છે કે બીએ.2 કોરોનાની હાલની લહેરને પ્રભાવિત કરી શકશે નહીં. આગામી કેટલાક મહિના મહત્વના હોઈ શકે છે જેમાં તે ઓમિક્રોનના મૂળ સ્વરૂપની જગ્યા લઈ શકે છે. તે સંક્રમણનું મુખ્ય કારણ પણ હોઈ શકે છે. 


બ્રિટનમાં બીએ.2 ના 426 કેસ
એચએસએના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બ્રિટનમાં વાયરસના પીએ.2 રૂપની ઝપેટમાં આવનાર લોકોની સંખ્યા 426 છે. પરંતુ હજુ તે નિર્ણય થયો નથી કે ભવિષ્યમાં આ વાયરસના વેરિએન્ટવ કેટલા ઘાતક કે મહામારીના સમયમાં કેટલા આક્રમક હોઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube