નવી દિલ્હી : કેન્દ્ર સરકારે મોબાઇલ નંબર તથા બેંક ખાતાઓને જૈવિક ઓળખ ધરાવતા આધારકાર્ડ (Aadhaar) સાથે સ્વૈચ્છીક રીતે જોડવા માટેના કાયદાને આખરી ઓપ આપી દીધો છે. જેના હેઠળ આધાર સંબંધીત બે કાયદાઓમાં સંશોધન માટે સંસદમાં વિધેયક લાવવાનાં પ્રસ્તાવને સોમવારે મંજુરી આપી છે. સુત્રોએ આની માહિતી આપી કે સુત્રોએ કહ્યું કે, તેનાં માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ટેલીગ્રાફ અધિનિયમ અને મની લોન્ડરિંગ અટકાવવાનાં અધિનિયમમાં સંશોધન માટે પ્રસ્તાવિત વિધેયકનાં મુસદ્દાને મંજુરી આપી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નિર્ણય ખાનગી કંપનીઓનાં ગ્રાહકોની સત્યાપન માટે જૈવિક ઓળખવાળા આધાર (Aadhaar)નો ઉપયોગ અંગે સુપ્રીમ કોર્ટનાં પ્રતિબંધ બાદ લેવામાં આવ્યો છે. કોર્ટે આ પ્રકારનાં ઉપયોગ માટે કાયદાનાં પ્રાવધાન ન હોવાનાં ધ્યાને રાખીને પ્રતિબંધ લગાવી દીધો હતો. 


SBI ગ્રાહકો સાવધાન! 1 જાન્યુઆરીથી નહી ઉપાડી શકો પૈસા, ઝડપથી કરો આ ઉપાય...

એક સુત્રએ કહ્યું કે, તેઓ ગ્રાહકોને જવા (KYC)નાં દસ્તાવેજ સ્વરૂપે આધારનો ઉપયોગ કરનારી ખાનગી કંપનીઓને આધાર સંબંધિત માહિતીની સુરક્ષા અને ગુપ્તતા સુનિશ્ચિત કરવી પડશે. સુત્રોએ કહ્યું કે, બંન્ને અધિનિયમોને સંભોધિત કરવામાં આવે જેતી નવો મોબાઇલ નંબર લેવા અથવા બેંક ખાતા ખોલવા માટે ગ્રાહક સ્વેચ્છાથી 12 પોઇન્ટનો આધાર નંબર આપી શકે. 

સુપ્રીમ કોર્ટે આધાર અધિનિયમની કલમ 57ને રદ્દ કરી દીધી હતી. આ કલમ સીમ તથા બેંક ખાતાની સાથે સાથે આધારને જોડવા માટે ફરજીયાત બનાવાઇ હતી. આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે ટેલિગ્રાફ અધિનિયમ સંશોધિત કરવામાં આવી રહ્યો છે. તેનાંથી આધાર દ્વારા સિમકાર્ડ ઇશ્યું કરવાને વૈધાનિક સમર્થન મળશે. આ પ્રકારે મની લોન્ડરિંગ અટકાવવા માટેનાં કાયદામાં સંશોધનથી બેંક ખાતાઓને આધાર સાથે જોડવાનો માર્ગ પણ પ્રશસ્ત થશે. 


PM મોદી મહારાષ્ટ્રને આપશે 41 હજાર કરોડની ભેટ, અકલ્પનીય યોજનાઓનું ભુમિપુજન...

આ ઉપરાંત સરકારે આધારની માહિતી લીક કરવાનાં પ્રયાસ કરનાર વ્યક્તિને 10 વર્ષની કેદની સજાનો પ્રસ્તાવ પણ આપ્યો છે. હાલ તેના માટે 3 વર્ષનાં જેલનું પ્રાવધાન છે. સુત્રોએ કહ્યું કે, પરિવારજનો દ્વારા આધાર નંબરની નોંધણી કરાવાયેલા બાળકોની પાસે 18 વર્ષના થયા બાદ આધાર ડેટાબેઝમાંથી પોતાની માહિતી હટાવવાની સુવિધાનો પણ પ્રસ્તાવ છે.