નવી દિલ્હીઃ ઈંધણના વધતા જતા ભાવોને કારણે ઘરેલુ એરલાઈન્સ કંપનીઓની આર્થિક હાલત ખરાબ થઈ રહી છે. આ સંજોગોમાં સ્પાઈસ જેટ શાકભાજી, ગ્રીસ, અમીબા વગેરેથી બનેલા જૈવિક ઈંધણથી વિમાન ચલાવવાનું વિચારી રહી છે. સ્પાઈસ જેટ સોમવારે જૈવિક ઈંધણથી વિમાન ઉડાડવાનો પ્રયાસ કરવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક નાનું ટર્બોપ્રોપ એન્જિન ધરાવતા વિમાનમાં જૈવિક ઈંધણનો ઉપયોગ કરીને પ્રાયોગિક ધોરણે તેને ઉડાડવામાં આવશે. પ્રથમ ઉડ્ડયન દહેરાદૂનથી દિલ્હી વચ્ચેની હશે. જો આવું શક્ય બનશે તો હવાઈ યાત્રાને વધુ સસ્તી બનાવવામાં મદદ મળી શકે છે. 


આ ટેસ્ટમાં સામેલ હશે ડીસીજીએના અધિકારી 
ઉદ્યોગ સાથે જોડાયેલાં સૂત્રોએ જણાવ્યું કે, આ પરીક્ષણ ઉડ્ડયનમાં નાગર વિમાનન મહાનિદેશાયલના અધિકારી અને અન્ય એરલાઈન્સ એજન્સીઓનાં અધિકારીઓ સામેલ થશે, જેઓ જૈવિક ઈંધણથી વિમાન પરિચાલનની સંભાવના અને વ્યવહારિતાને જોશે. 


ઈંધણમાં મિથેનોલનું મિશ્રણ કરવાની વકીલાત 
નીતિ આયોગે દેશમાં પર્યાવરણ અનુકૂળ ઈંધણ મિથેનોલના ઉપયોગ પર ભાર મુકી રહ્યું છે. તેની સાથે જ આ ઈંધણના સતત પૂરવઠાને ધ્યાનમાં રાખીને કોઈ પશ્ચિમ એશિયન દેશમાં મિથેનોલના ઉત્પાદન માટે સંયુક્ત ઉદ્યમ લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઈંધણમાં મિથેનોલ ગેસની તરફેણ કરનારા નીતિ આયોગના સભ્ય વી.કે. સારસ્વતે થોડા સમય અગાઉ જણાવ્યું હતું કે, દેશમાં મિથેનોલના પૂરવઠા માટે અમે સંયુક્ત ઉદ્યમ લગાવવા અંગે પશ્ચિમ એશિયાનાં દેશો સાથે વાટાઘાટો ચલાવી રહ્યા છીએ. 



આ એકમ ક્યાં લગાવાશે તેના અંગે સ્પષ્ટ નામ આપવાનો ઈનકાર કરતાં તેમણે જણાવ્યું કે, તે એક પશ્ચિમ એશિયન દેશમાં હશે અને આ બાબતે વાટાઘાટો ઘણી આગળ વધી ગઈ છે.


પ્રથમ આંતરરાજ્ય પવન ઊર્જા પરિયોજના શરૂ
નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયે જણાવ્યું છે કે, દેશની પ્રથમ આંતરરાજ્ય પવન ઊર્જા પ્રોજેક્ટ ભૂજમાં શરૂ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટની ક્ષમતા 126 મેગાવોટ છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, જાહેર ક્ષેત્રની ભારતીય સૌર ઊર્જા નિગમ (સેકી)એ આ પરિયોજનાનો કોન્ટ્રાક્ટ ફેબ્રુઆરી, 2017માં આપ્યો હતો. તેના માટે પ્રતિ યુનિટનો દર રૂ.3.46નો રાખવામાં આવ્યો હતો.