નવી દિલ્હીઃ મદ્રાસ, મધ્યપ્રદેશ અને બોમ્બે હાઈકોર્ટમાં સોશિયલ મીડિયા, ફેસબૂક અને વ્હોટ્સએપ સામે દાખલ થયેલી અરજીઓની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં થશે. સુપ્રીમ કોર્ટે અરજીઓને હાઈકોર્ટમાંથી સુપ્રીમમાં ટ્રાન્સફર કરી છે. જાન્યુઆરીમાં સુનાવણી થશે. અરજીઓમાં એવી માગ કરાઈ છે કે, જો કોઈ સોશિયલ મીડિયામાં ખોટી અને વાંધાજનક પોસ્ટ કરે છે તો તેની સામે કાર્યવાહી કરીને તેની તાત્કાલિક ઓલખ કરવા માટે કોઈ ગાઈડલાન બને અને આધાર નંબર સાથે લિન્ક કરવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેસબુકની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ટ્વીટર, ગૂગલ અને યુટ્યૂબને નોટિસ ફટકારી હતી. ફેસબૂકે સોશિયલ મીડિયા પ્રોફાઈલની સાથે આધાર લિન્ક કરવાની અરજીઓને સુનાવણી સુપ્રીમમાં કરવા માટે અરજી દાખલ કરી હતી. જેના અંગે સુપ્રીમે સુનાવણી કરતાં સુપ્રીમે નોટિસ આપી છે. સોશિયલ મીડિયા પ્રોફાઈલને આધાર કાર્ડ સાથે લિન્ક કરવા અંગે મદ્રાસ હાઈકોર્ટ, બોમ્બે અને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પણ અરજીઓ પડતર છે. 


અભિષેક મનુ સિંઘવીએ સાવરકરની પ્રશંસા, સોનિયા નારાજ, કોંગ્રેસે માગી સ્પષ્ટતા


સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ સરકાર તરફથી કહેવાયું હતું કે, તમામ સોશિયલ મીડિયા પ્રોફાઈલને આધાર કાર્ડ સાથે લિન્ક કરવી જરૂરી છે. જેથી કરીને ફેક અને નફરત ફેલાવનારા લોકોની તાત્કાલિક ઓળખ કરી શકાય. સાથે જ દેશ વિરોધી અને આતંકી સામગ્રીને પણ ઓળખી શકાય. 


જોકે, આધાર કાર્ડને લિન્ક કરવાથી યુઝર્સની અંગત માહિતી અને ગુપ્તતાના અધિકારો છીવાઈ જવાની સંભાવના છે. સરકાર તરફથી સુપ્રીમને જણાવાયું હતું કે, મેસેજ મોકલનારાને શોધવા માટે અમારી પાસે કોઈ ચોક્કસ માર્ગ નથી. અમે એ શોધી શકતા નથી કે કોઈ વાયરલ કે હિંસક પોસ્ટ ક્યાંથી શરૂ થઈ હતી. તેના માટે એક યોગ્ય પદ્ધતિ શોધવી જરૂરી છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....