બિલ પાસઃ હવે કોંગ્રેસ અધ્યક્ષ નહીં હોય જલિયાવાલા બાગ મેમોરિયલ ટ્રસ્ટના સભ્ય
સંશોધન બિલ પ્રમાણે સંસદમાં સૌથી મોટા પક્ષ કે વિપક્ષી દળના નેતાને ટ્રસ્ટના સભ્ય બનાવવામાં આવશે. કોંગ્રેસે રાજ્યસભામાં આ બિલનો વિરોધ કર્યો હતો.
નવી દિલ્હીઃ જલિયાવાલા બાગ મેમોરિયલ ટ્રસ્ટ (Jallianwala Bagh Memorial Trust) સંશોધન બિલ રાજ્યસભામાંથી (Rajyasabha) પાસ થઈ ગયું છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ (Congress President) આ ટ્રસ્ટના સભ્ય હશે નહીં. આ બિલ લોકસભામાં (Loksabha) પાછલા સત્રમાં પાસ થઈ ગયું છે. સંશોધન બિલ પ્રમાણે સંસદમાં સૌથી મોટા દળ કે વિપક્ષી દળના નેતાને ટ્રસ્ટના સભ્ય બનાવવામાં આવશે. કોંગ્રેસ રાજ્યસભામાં તેનો ખુબ વિરોધ કર્યો અને કહ્યું કે, ટ્ર્સ્ટ અને કોંગ્રેસ અધ્યક્ષનો નાતો લોહી અને નખ જેવો રહ્યો છે.
જલિયાવાલા બાગ નેશનલ મેમોરિયલ એક્ટ, 1951 મુજબ ટ્રસ્ટને મેમોરિયલના નિર્માણ અને મેનેજમેન્ટનો અધિકાર છે. આ સિવાય આ એક્ટમાં ટ્રસ્ટિઓની પસંદગી અને તેના કાર્યકાળ વિશે પણ જણાવવામાં આવ્યું છે. અત્યાર સુધી કોંગ્રેસ અધ્યક્ષ હોદ્દાની રૂએ મેમોરિયલ ટ્રસ્ટના સભ્ય રહ્યાં છે, પરંતુ હવે સંશોધન બીલમાં તેમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. હવે લોકસભામાં નેતા વિપક્ષને ટ્રસ્ટના સભ્ય બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે. ગૃહમાં વિપક્ષના નેતા ન હોવાની સ્થિતિમાં સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતાને આ જગ્યા આપવામાં આવશે.
નવા બીલમાં કેન્દ્ર સરકારને અધિકાર આપવામાં આવ્યો છે કે તે ટ્રસ્ટના કોઈ સભ્યને તેનો કાર્યકાળ પૂરો થતાં પહેલા હટાવી શકે છે. આ પહેલા 2006મા યૂપીએ સરકારે ટ્રસ્ટના સભ્યોને 5 વર્ષનો કાર્યકાળ આપવાની જોગવાઇ કરી હતી. હાલમાં વડાપ્રધાન મોદી આ ટ્રસ્ટના મુખિયા છે. આ સિવાય ટ્રસ્ટમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, સંસ્કૃતિ મંત્રા અને લોકસભામાં નેતા વિપક્ષ સામેલ છે. આ સિવાય પંજાબના સીએમ પણ ટ્રસ્ટી છે.
પ્રદુષણ પર ચર્ચાઃ મનીષ તિવારી બોલ્યા- સંસદમાંથી નિકળે ઉકેલ, ભાજપે કહ્યું- કેજરીવાલ પ્રદુષણનું મૂળ
જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. અત્યાર સુધી તેના ટ્રસ્ટીઓમાં કોંગ્રેસ અધ્યક્ષ, સંસ્કૃતિ મંત્રી, લોકસભામાં નેતા વિપક્ષ, પંજાબના રાજ્યપાલ, પંજાબના મુખ્યપ્રધાન સભ્ય છે. જલિયાવાલા બાગમાં 13 એપ્રિલ 1919ના કર્નલ આર. ડાયરની આગેવાનીમાં બ્રિટિશ સૈનિકોએ કત્લેઆમ કરતા હજારો લોકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. આ ઘટનાની યાદમાં 1951મા સ્મારકની સ્થાપના કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube