નવી દિલ્હી : જો ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે તમે પણ આરટીઓ ઓફીસ અથવા ઓથોરિટીના આંટા-ફેરા કરીને પરેશાન થઇ રહ્યા હો તો તે સમાચાર તમારા માટે રાહત રૂપ રહેશે. જી હા, દિલ્હી સરકારે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક બ્લૂપ્રિંટ તૈયાર કરી છે. જો બધુ જ પ્લાનિંગ અનુસાર ચાલ્યું તો તમને કલાકોની અંદર લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જશે. સરકાર તરફથી આ પગલું લર્નિંગ લાઇસન્સ બનાવનારાઓની વધતી સંખ્યાને જોતા પગલું ઉટાવાયું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટચ સ્ક્રીન પર આપવી પડશે ટેસ્ટ
નવી યોજના અનુસાર આવતા વર્ષથી ટ્રાન્સપોર્ટ ઓફીસમાં કામ કરાવવું સરળ બની જશે અને લોકોને મોટર લાઇસન્સ ઓફીસ (MLO)માં લાંબી લાઇન નહી લગાવવી પડે. એમએલઓ ઓફીસમાં આવતા વર્ષથી ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. લર્નિંગ લાઇસન્સ બનાવવા માટે તમારે હેલ્પ ડેસ્ટથી ટોકન લેવું પડશે. ત્યાર બાદ જણાવાયેલા કાઉન્ટર પર પહોંચાડવાનું રહેશે. લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટચ સ્ક્રીન પર ટેસ્ટ હશે. 

કુલ ચાર ભાષાઓમાં હશે ટેસ્ટ
હાલ ટેસ્ટ હિંદી અને અંગ્રેજી ભાષામાં લેવાય છે. પરંતુ હવે પંજાબી અને ઉર્દુમાં પણ લેવામાં આવશે. તે માટેની પુર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. લર્નિંગ ટેસ્ટ પાસ કરનારાને લાઇસન્સ હાથોહાથ આપી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ એમએલઓ ઓફીસમાં લાઇસન્સ અને આરસી સાથે જોડાયેલું કામ દિલ્હી ઇન્ટીગ્રેટિડ મલ્ટી મોડલ ટ્રાંઝીટ સિસ્ટમ (ડિમ્ટ્સ)ને જુએ છે. આગામી સમયમાં આ તમામ કામ નવી એજન્સીઓને દેવાની તૈયારી કરવામાં આવી રહી છે. ટેન્ડર ફાઇનલ થયા બાદ એપ્રીલથી નવી સિસ્ટમ લાગુ થઇ શકે છે.