નરેશ ધારાણી, અમદાવાદઃ ગાયને ભારતમાં માતા તરીકે પૂજવામાં આવે છે. ગાયના દૂધ અને ઘીના તો ફાયદા તો તમે જાણતા જ હશો. પરંતુ ગાયનું છાણ પણ એટલું જ ઉપયોગી છે. જેમાંથી હવે વીજળી પણ મળશે. છાણ ખેડૂતો માટે ખુબ જ ઉપયોગી છે. છાણમાંથી બનતું દેશી ખાતર જમીન માટે ફળદ્રપ માનવામાં આવે છે. પરંતુ હવે આ છાણ વધુ ઉપયોગી સાબિત થશે. ગાયના છાણમાંથી વિજળીનું ઉત્પાદન થશે. તો આવો જાણીએ આ વિશેષ શોધ અંગે. ભારતમાં તો તમે ગાય અને છાણ વિશે દરેક પ્રકારની વાતો સાંભળી હશે. ગાયની સામાજિક અને ધાર્મિક ઉપયોગિતા વિશે ઘણી વાતો કરવામાં આવે છે. પરંતુ હવે બ્રિટનમાં પણ ગાય ચર્ચાનો વિષય બની છે. કારણ કે અહીંના ખેડૂતોએ ગાયના છાણમાંથી વીજળી મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છાણમાં વીજળીનું ઉત્પાદન:
ગાયના છાણમાંથી વીજળી ઉત્પન કરવાનો મુદ્દો બ્રિટનમાં ચર્ચાનો વિષય બન્યો છે. બ્રિટિશ ખેડૂતોએ ગાયના છાણમાંથી વીજળી ઉત્પન્ન કરી શકે તેવા ખાસ વિકલ્પ શોધ્યો છે. જેમાં ખેડૂતોના એક જૂથના જણાવ્યા મુજબ તેઓ ગાયના છાણમાંથી ખાસ પ્રકારનું પાવડર તૈયાર કર્યો છે. જેમાંથી બેટરી બનાવી વીજળીનું ઉત્પાદન થાય છે.


એક કિલો છાણમાંથી કેટલી મળશે વીજળી:
એક કિલોગ્રામ છાણમાંથી મોટી માત્રામાં વીજળી ખેડૂતો ઉત્પાદન કરી શકશે. એક કિલો છાણમાંથી વેક્યૂમ ક્લીનર 5 કલાક સુધી ચાલી શકશે. બ્રિટનની અરલા ડેરીએ ગાયના છાણના પાવડરમાંથી એક બેટરી બનાવી છે. જેને ગાય પૈટરી નામ આપવામાં આવ્યું છે. AA સાઈઝની પૈટરીથી સાડા 3 કલાક સુધી કપડાંને ઈસ્ત્રી કરી શકાશે. આ એક ખૂબ જ ઉપયોગી શોધ છે.


છાણથી વીજળીની જરૂરિયાત પૂરી થશે:
આ બેટરી બ્રિટિશ ડેરી કો-ઓપરેટિવ આર્લા દ્વારા વિકસાવવામાં આવી રહી છે. બેટરી નિષ્ણાત GP Batteriesનો દાવો છે કે ગાયના છાણથી ત્રણ ઘર આખા વર્ષ દરમિયાન વીજળી મેળવી શકે છે. એક કિલોગ્રામ ગાયનું છાણ 3.75 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. આવી સ્થિતિમાં જો 4,60,000 ગાયોના છાણમાંથી વીજળી બનાવવામાં આવે તો બ્રિટનના 12 લાખ ઘરોમાં વીજળી પહોંચાડી શકાય. ડેરી એક વર્ષમાં 1 મિલિયન ટન ગોબરનું ઉત્પાદન કરે છે, જેથી વીજ ઉત્પાદનનો મોટો લક્ષ્યાંક નક્કી કરી શકાય.


ડેરીમાં છાણથી બનતી વીજળીનો ઉપયોગ:
Arla ડેરીમાં તમામ વસ્તુઓ માટે ગાયના છાણમાંથી બનેલી વીજળીનો ઉપયોગ થાય છે. આમાંથી નીકળતો કચરો ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. વીજળી બનાવવાની પ્રક્રિયાને એનારોબિક પાચન કહેવામાં આવે છે. જેમાં પ્રાણીઓના કચરામાંથી વીજળી બનાવવામાં આવે છે. ડેરીમાં 4,60,000 ગાયો રહે છે, જેનું છાણ પાવડરમાં સૂકવીને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં આવે છે. અરલાના એગ્રીકલ્ચર ડાયરેક્ટરે કહ્યું કે જો સરકાર આ તરફ ધ્યાન આપે તો તે રિન્યુએબલ એનર્જી સપ્લાયમાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.