પૂણે : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાંપા)ના પ્રમુખ શરદ પવારને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ પૂણેથી આગામી લોકસભા ઈલેક્શન લડવા પર વિચાર કરશે, તો તેમનો જવાબ એમ હતો કે, ‘હવે વધુ ઈલેક્શન નહિ.’ શરદ પવારે જ્યારે પૂણની એક કોલેજમાં સતત ચાર વર્ષ ઈલેક્શન જીવતા સહિત પૂણેના પોતાના કનેક્શનની ચર્ચા કરી હતી, ત્યારે આ સવાલ ઉઠ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાકાંપા પ્રમુખે કહ્યું કે, કદાચ, કોલેજમાં લડવામાં આવેલ અને જીતાયેલ ઈલેક્શન સંસદ અને (મહારાષ્ટ્ર) વિધાનસભામાં ઈલેક્શન રાજનીતિનો મારો 52 વર્ષનો પાયો હતો. શરદ પવાર અને ત્રિપુરાના પૂર્વ રાજ્યપાલ શ્રીનિવાસ રવિવારે પૂણે એકેકાળી નામની એક કોફી ટેબલ બુકના વિમોચન પ્રસંગે એકઠા થયા હતા. મહારાષ્ટ્રના બીજા મોટા શહેર પર આ પુસ્તક લખાયું છે. આ વિશે સુધીર ગાડગિલે શરદ પવારને પૂછ્યું કે, શું તેઓ પૂણેથી આગામી વર્ષે ઈલેક્શન લડવા પર વિચાર કરશે, જ્યાંથી તેમનું લાંબુ કનેક્શન રહ્યું છે. તો તેમનો જવાબ હતો કે, હવે ઈલેક્શન નહિ. 



વિપક્ષી મહાગઠબંધન
જોકે, આગામી લોકસભા ઈલેક્શનને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને રાકાંપાની વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ થાય છે. આ સાથે જ શરદ પવારને વિપક્ષી મહાગઠબંધનના મહત્વના નેતા ગણવામાં આવે છે. આ મામલે થોડા દિવસ પહેલા શરદ પવારે કહ્યું હતું કે, બિન-ભાજપી દળ સરકાર મુકાબલો કરવા માટે એક કાર્યક્રમ લાવશે. તેમણે સીબીઆઈ અને આરબીઆઈ જેવા સંસ્થાનો પર હુમલાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ એન ચંદ્રાબાબુ નાયડુ આ દિશેમાં પહેલ કરશે અને કોંગ્રેસ સહિત બિન-ભાજપી દળો સાથે વાતચીત કરશે. 


એનસીપી પ્રમુખે કહ્યું કે, જો આપણે સામૂહિક રૂપથી લોકતંત્રને બચાવવા માટે કામ કરીએ છીએ, તો આપણે નિશ્ચિત રૂપે સંસ્થાનોને બચાવી શકીએ છીએ. ચંદ્રબાબુ નાયડુ આ સંબંધમાં રાજ્યના અન્ય નેતાઓ સાથે વાતચીત કરશે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આવું પ્રતીત થાય છે કે, દેશમાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. કેમ કે, સીબીઆઈ અને આરબીઆઈ જેવા સંસ્થાનો પર હુમલો થઈ રહ્યો છે. દેશ અને લોકતંત્રને બચાવવા માટે કામ કરવાની તાતિ જરૂરિયાત છે. નાયડુનું સૂચન છે કે, તમામ બિન-ભાજપી દળોની બેઠક થવી જોઈએ અને દેશમાં હાલની સ્થિતિ પર ચર્ચા થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ચંદ્રાબાબુ નાયડુ આગામી ઈલેક્શનમાં વિપક્ષી મહાગઠબંધન બનાવીને બીજેપીને ટક્કર આપવાના પ્રયાસોમાં લાગી ગયું છે.