નવી દિલ્હી: હવે ડ્રાઈવિંગ સમયે કોઈ પોલીસકર્મી તમારી પાસે ઓરિજિનલ દસ્તાવેજ બતાવવાનું કહી શકશે નહીં. કારણ કે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ ટ્રાફિક પોલીસ અને રાજ્યના પરિવહન વિભાગને નિર્દેશ આપ્યા છે કે જો કોઈ ચાલક ડિજિલોકર કે એમપરિવહન એપ દ્વારા તમને ડીએલ, આરસી કે વિમો દેખાડે તો તેને ગેરકાયદેસર દસ્તાવેજ ગણવામાં આવે. એટલે કે હવે તમારા આ દસ્તાવેજોને સાથે લઈને ફરવાની જરાય જરૂર નહીં રહે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે કરશે કામ


  • ડિજિલોકર કે એમપરિવહન એપને તમે તમારા મોબાઈલ ફોન પર ડાઉનલોડ કરી લો.

  • તેને આધરનંબર રજિસ્ટર કરાવીને ઓથેન્ટિકેટ કરાવી લો.

  • ત્યારબાદ તડીએલ કે રજિસ્ટ્રેશન નંબર તે દસ્તાવેજને એપ પર ડાઉનલોડ કરી લો.

  • તપાસકર્તા તમારા મોબાઈલથી ક્યૂઆર કોડ સ્કેન કરી લેશે અને તેને બધી વિગતો મળી જશે.

  • ત્યારબાદ બાદ સેન્ટ્રલ ડેટાબેઝમાં જો કોઈ ભંગ થતો હશે તો તેને નોંધી શકશે. 


અનેકવાર દસ્તાવેજો ખોવાઈ જાય છે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ઓવર સ્પીડિંગ, ટ્રાફિક સિગ્નલના ભંગ કે ડ્રાઈવિંગ સમયે મોબાઈલ પર વાત કરતા પકડાતા લોકો પાસેથી પોલીસ ડીએલ જપ્ત કરી લે છે. આવામાં અનેકવાર એવું બન્યું છે કે લોકોના ઓરિજિનલ ડીએલ ખોવાઈ ગયા હોય. તેનાથી ડીએલ ધારકને ખુબ સમસ્યાઓ વેઠવી પડે છે. તેમણે રિપોર્ટ નોંધાવવો પડે છે. ત્યારબાદ તેમને અનેક મથામણ પછી આરટીઓમાંથી ડ્યુપ્લિકેટ ડીએલ મળે છે. 


ઈ ચલનથી ટ્રાફિક નિયમના ભંગની થાય છે નોંધણી
રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીની એડવાઈઝરી મુજબ ટ્રાફિક નિયમ તોડનારા ડ્રાઈવરની ઘટના ઈ ચલન થતા વાહન કે સારથી ડેટાબેસમાં આપોઆપ નોંધાઈ જાય છે. આથી હવે ચલન હાથેથી કાપવાની જરૂરીયાત ખતમ થઈ ગઈ છે. મિનિસ્ટ્રીનું કહેવું છે કે ડિજિલોકર કે એમપરિવહન પર ઉપલબ્ધ ઈલેટ્રોનિક રેકોર્ડને કાયદેસર ગણવામાં આવ્યો છે. તે આઈટી એક્ટ 2000 હેઠળ કાયદેસર ગણવામાં આવ્યો છે. આ સાથે જ મોટર વ્હિકલ્સ એક્ટ 1988 હેઠળ પણ કાયદેસર છે.