નવી દિલ્હીઃ હવે આગામી દિવસોમાં ટૂંક સમયમાં જ ખાનગી કાર માલિક પણ કાર પૂલિંગ(Car Pooling) કરી શકશે. તેના માટે સરકાર(Government) દ્વારા નવી ગાઈડલાઈન્સ(Guidelines) નક્કી કરવામાં આવી છે. હકીકતમાં સરકાર ભાગીદારી ધરાવતું પરિવહન (Shared Mobility)ને પ્રોત્સાહન આપવા માટે સડક પર વધી રહેલી ગાડીઓની સંખ્યા ઘટાડવા માગે છે. કાર પૂલિંગ એક એવી વ્યવસ્થા છે, જેના દ્વારા લોકો મુસાફરી દરમિયાન રસ્તામાંથી કેટલાક અન્ય લોકોને પણ પોતાની કારમાં બેસાડી શકે છે. મુસાફરી દરમિયાન પેટ્રોલ વગેરે પાછળ થતો ખર્ચ એક-બીજા વચ્ચે શેર કરીને આ મુસાફરીને વધુ સરળ અને સસ્તી બનાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેના અંતર્ગત સરકાર ઓલા-ઉબરની જેમ હવે ખાનગી કાર માલિક પણ કાર પૂલિંગ દ્વારા બીજા પેસેન્જરને પોતાની કારમાં લઈ જઈ શકશે. કાર પૂલિંગ અંગે સડક પરિવહન મંત્રાલયે જરૂરી દિશા નિર્દેશ (ગાઈડલાઈન્સ) બહાર પાડી દીધી છે. 


ભારતીયોમાં પારિવારિક બચતની પ્રવૃત્તિમાં થયો ઘટાડો, માથાદીઠ દેવું વધ્યું


ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ અનુસાર કાર પૂલિંગ 'નહીં નફો, નહીં લાભ' (No Profit, No Loss)ના ધોરણે કરી શકાશે. એટલે કે, માત્ર જેટલો ખર્ચ આવે તેટલો જ મુસાફર પાસેથી વસુલી શકાશે. ખાનગી કાર માલિક એક દિવસમાં ચાર વખત જ 'કાર પૂલિંગ' સેવા આપી શકશે. જે ખાનગી કાર માલિક શેર્ડ કાર પૂલિંગ સેવા આપવા માગે છે, તેમણે 'તમારા મુસાફરને જાણો' (Know Your Customers) અંગેના જરૂરી નિયમનું પાલન કરવાનું રહેશે. 


એક મોબાઈલ એપ દ્વારા કાર પૂલિંગ સેવા આપી શકાશે. કાર પૂલિંગ માટે ખાનગી કાર માલિકે કોઈ પણ રાઈડની સંપૂર્ણ માહિતી એપ પર આપવાની હશે અને આ સાથે જ તેમણે KYC નિયમોનું પણ પૂર્ણપણે પાલન કરવાનું રહેશે. 


અત્યારે બજારમાં 'ક્વિક રાઈડ' જેવી કાર પૂલિંગ એપ બજારમાં છે, પરંતુ કાર પૂલિંગ અંગે યોગ્ય દિશાનિર્દેશ નથી. સરકારે હવે નવી ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ તૈયાર કરી લીધી છે, જેને ટૂંક સમયમાં જ લોકોના ફીડબેક અને અભિપ્રાય માટે વેબસાઈટ પર મુકવામાં આવશે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....