Ration Card E KYC News : રાશનકાર્ડ એકમોમાં પારદર્શિતા લાવવા માટે, સરકારે તમામ એકમોના ઈ-કેવાયસી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. આ પ્રક્રિયા સુનિશ્ચિત કરશે કે રાશનકાર્ડમાં દાખલ કરાયેલા તમામ નામ સાચા છે અને કોઈ નામ ખોટી રીતે ઉમેરાયું નથી. જે લોકોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમના નામ પછીથી કાઢી નાખવામાં આવશે. હવે દરેક રાશનકાર્ડ ધારકે KYC કરવાનું રહેશે, જે અંતર્ગત સરનામું અને જરૂરી દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. તેનો હેતુ રેશનકાર્ડ ધારકોની ઓળખ ચકાસવાનો અને અમાન્ય રેશનકાર્ડને રદ કરવાનો છે. અગાઉ તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી. પરંતુ મોટી સંખ્યામાં રેશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવી શક્યા ન હતા. તેથી સરકારે ઇ-કેવાયસીની તારીખ લંબાવી છે. હવે ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ લંબાવીને 31 ડિસેમ્બર 2024 કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી રેશનકાર્ડ ધારકો E-KYC માટે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લાં બે સપ્તાહથી રાશનકાર્ડ E-KYC કરાવવા માટે સરકારી કચેરીઓમાં લાંબી લાઇનો લાગી રહી છે. પરંતુ જો તમને લાંબી લાઈનોમાં ઉભું રહેવું ન હોય, અથવા મોટી માથાકૂટમાં પડવુ ન હોય તો ઘેરબેઠા પણ પોતાનું E-KYC કરી શકાય છે. આ માટે તમને પ્લે સ્ટોર પર MY RATION નામની એપ્લિશન કામમાં આવશે. 


ગાડી ખરીદવા માટે ડિસેમ્બરમાં આ તારીખ છે શુભ, જાણો શુભ મુહૂર્ત


આવું કરવાથી શું ફાયદો થશે
રાશનકાર્ડ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકારનો હેતુ રાશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા લાવવાનો છે. આનાથી રાશનકાર્ડ ધારકોને સમયસર અને યોગ્ય માત્રામાં રાશન મળવાની શક્યતા વધી જશે. સાથે સાથે આ કામમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન થાય તે માટે કોટેદારોને કડક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે.


ઘેરબેઠાં E-KYC કરવાની પ્રક્રિયા.... 


  • સૌપ્રથમ રેશનકાર્ડધારકે પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોર (PLAY STORE)માં જઈને 'MY RATION'નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી. 

  • હોમ પેજ પર ડાબી બાજુ ઉપરના ખૂણા પર દેખાતી ત્રણ આડી લાઈનવાળા ચિહ્ન પર કિલક કરવાનું રહેશે. 

  • ઓપન થયેલા વિકલ્પોમાં 'પ્રોફાઈલ' (PROFILE) પર કિલક કરવાનું રહેશે. 

  • ઓપન થતાં પેજમાં 'રેશનકાર્ડ લિંક કરવું' વિકલ્પ પસંદ કરો. 

  • બાદમાં આપના રેશનકાર્ડ નંબર અને આધારકાર્ડના છેલ્લા ચાર આંકડા નાખી 'તમારું રેશનકાર્ડ લિંક કરો' પસંદ કરવું. 


ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી


રેશનકાર્ડ લિંક થયા બાદ 'FACE BASED E-KYC' કરવા માટે આ કરો


  • 'MY RATION' એપના હોમપેજ પર જવું

  • E-KYC મેનુ સિલેકટ કરવાથી સ્ક્રીન પર દેખાતા 'DOWNLOAD AADHAR FACERD APP' પર ક્લિક કરવાથી એપ્લિકેશન ડાઉનલોડ થશે. 

  • બાદમાં 'FACE AUTHENTICATION' કરવા માટે સૂચનાઓ ધ્યાનથી વાંચી ચેકબોકસ પસંદ કરી 'કાર્ડની વિગતો મેળવો' પર ક્લિક કરવાનુ રહેશે.

  • રેશનકાર્ડ નંબર દાખલ કરો અને 'કાર્ડના સભ્યોની વિગતો મેળવો' બટન પર ક્લિક કરો. 

  • કાર્ડના સભ્ય પસંદ કરો અને આ સભ્યમાં આધાર E-KYC કરો બટન પર ક્લિક કરો. 

  • પસંદ કરેલા સભ્યોની આધાર આધારિત ચકાસણીથી ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે, સંમતિ ચેકબોકસ પસંદ કરો અને 'આધાર ઓટીપી જનરેટ કરો બટન પર ક્લિક કરો. 

  •  પ્રાપ્ત થયેલા આધાર OTP દાખલ કરો અને ઓટીપી ચકાસો બટન પર કિલક કરવાથી ચહેરો કેપ્ચર (FACE CAPTUR) કરવા માટે કેમેરો ઓપન થશે. FACE AUTHENTICATION વખતે સ્ક્રીન પર દેખાતો તમારો ચહેરો કેમેરા સામે સીધો રાખો, આંખ પટપટાવો જેવી સૂચનાઓને અનુસરવાનું રહેશે. ચહેરો સફળતાપૂર્વક કેપ્ચર થયા બાદ 'મંજૂરી માટે વિગતો મોકલો' ઓપ્શન પર ક્લિક કરવાથી અરજી મંજૂરી માટેની વિનંતી સંબંધિત પુરવઠા કચેરીને પહોંચી જશે.


રેશનકાર્ડ ઇ-કેવાયસી કેવી રીતે મેળવવું
ઈ-કેવાયસીની પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પૂર્ણ કરી શકાય છે. eKYC ઑફલાઇન કરાવવા માટે, નજીકની સરકારી કચેરી પર જાઓ. અહીં ઈ-પોશ મશીન દ્વારા ઈ-કેવાયસી કરી શકાય છે. આ માટે તમારી સાથે આધાર કાર્ડ અવશ્ય લો. આ સિવાય તમે સીએસસી સેન્ટર અથવા ડિસ્ટ્રિક્ટ ફૂડ સપ્લાય ઓફિસ પર જઈને પણ આ કામ પૂર્ણ કરાવી શકો છો.


તમારી ધારણા કરતા સડસડાટ દોડશે આ ટ્રેન! વિચાર કરશો એટલી વારમાં અમદાવાદથી આબુ પહોંચી જશો