હિતેન વિઠ્ઠલાણી/ નવી દિલ્હીઃ ભારત સરકારે મહિલાઓની આરોગ્યલક્ષી સમસ્યાને ધ્યાનમાં રાખી એક મોટો નિર્ણય લીધો છે. હવે મહિલાઓને માત્ર 1 રૂપિયામાં સૈનિટરી નેપકીન મળશે. સરકારે જન ઔષધિ કેન્દ્રો પર વેચાતા સેનિટરી નેપકીનની કિંમત ઘટાડીને પ્રતિ પેડ 1 રૂપિયો કરી છે. ઝી મીડિયા સાથેની વાતચીતમાં કેમિકલ અને ફર્ટિલાઈઝર રાજયમંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, "સરકારે મહિલાઓની આરોગ્યલક્ષી સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે. આજથી એટલેકે 27 ઓગસ્ટથી દેશના તમામ જન ઔષધિ કેન્દ્રો પર વેચવામાં આવતા બાયોડિગ્રેડેબલ સૈનિટરી નેપકીનની કિંમત પ્રતિ પેડ રૂ.1 કરવામાં આવી છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, "અગાઉ આ નેપકીનનો ભાવ પ્રતિ પેડ રૂ.2.50 હતો અને 4 પેડના એક પેકેટકની કિંમત રૂ.10 હતા. હવે,મંગળવાર એટલે કે આજથી આ પેડના પેકેટની કિંમત રૂ.4 કરવામાં આવી છે. માત્ર 4 રૂપિયામાં 4 ઓકસો બાયોડિગ્રેડેબલ સૈનિટરી નેપકીન ધરાવતું આ પેકેટ "સુવિધા" નામથી દેશભરના 5500થી વધુ જન ઔષધિ કેન્દ્રો પર મળશે."


શક્તિશાળી અપાચે હેલિકોપ્ટરના વાયુસેનામાં સમાવેશ સમયે અભિનંદન ઉડાવશે મિગ-21 વિમાન


તેમણે વધુમાં જણાવ્યું કે, કિંમતમાં 60 ટકાનો ઘટાડો કરી મોદી સરકારે ભાજપા તરફથી 2019 ચૂંટણીના ઘોષણાપત્રમાં આપેલું એક વચન સરકારની રચનાના 100 દિવસ પહેલા પૂર્ણ કર્યું છે. સરકારને વર્તમાન કિંમતે જ સૈનિટરી નેપકીન મળે છે, પરંતુ ભાવમાં કરાયેલા 60 ટકાના ઘટાડા માટે સરકાર સબસિડી આપશે. મહિલાઓને સશક્ત બનાવવા સરકારની આ પહેલથી જન ઔષધિ સુવિધા સૈનિટરી પેડનું વેચાણ બમણું થવાની સરકારને આશા છે. 


માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, "અમે અત્યારે નેપકીનની ગુણવત્તા અને સસ્તા ભાવ સાથે વધુમાં વધુ મહિલાઓ સુધી આ સુવિધા પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. આ સબસીડીવાળા સેનિટરી પેડની કાળાબજારી રોકવા માટે પણ સરકાર જરૂરી પગલાં લઈ રહી છે."


પી. ચિદમ્બરમની ધરપકડ અને અમર્યાદિત સંપત્તિ મુદ્દે પરિવારે શું કહ્યું? જાણવા કરો ક્લિક....


ઉલ્લેખનીય છે કે, સેનિટરી નૈપકીનની યોજનાની જાહેરાત 8 માર્ચ, 2018ના રોજ કરાઈ હતી અને મે, 2018થી દેશભરના જન ઔષધિ કેન્દ્રો પર આ સેનિટરી નેપકિન ઉપલબ્ધ બનાવાયા હતા. છેલ્લા એક વર્ષમાં જન ઔષધિ કેન્દ્રો પર લગભગ 2.2 કરોડ સેનિટરી પેડ વેચાયા છે. આ સેનિટરી પેડ ખુલ્લા બજારમાં પ્રતિ પેડ રૂ.6 થી 8ની કિંમતે વેચાય છે અને એક પેકેડની કિંમત રૂ.32થી વધુ હોય છે. સરકારની આ પહેલથી મહિલાઓને ઘણો ફાયદો થશે. દેશની અડધી વસતી એટલે કે મહિલાઓ સસ્તા પેડ ખરીદી ખુદને બીમારીઓથી બચાવી શકશે.


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....