તાલિબાન રાજમાં હવે TV એન્કર્સ માટે નવો નિયમ, જાહેર કર્યું આવું ફરમાન
ગત વર્ષે અફઘાનિસ્તાન પર કબજો કરતી વખતે દુનિયાભરની સામે પોતાના નિયમોમાં સકારાત્મક ફેરફારનો દાવો કરનાર તાલિબાન હવે ધીમે ધીમે પોતાના જૂના બર્બર અંદારમાં પરત આવી ગયા છે. ત્યાં ખુલ્લેઆમ માનવાધિકારો અને મહિલાઓના અધિકારોનું હનન થઇ રહ્યું છે.
Taliban new rule for TV anchors: ગત વર્ષે અફઘાનિસ્તાન પર કબજો કરતી વખતે દુનિયાભરની સામે પોતાના નિયમોમાં સકારાત્મક ફેરફારનો દાવો કરનાર તાલિબાન હવે ધીમે ધીમે પોતાના જૂના બર્બર અંદારમાં પરત આવી ગયા છે. ત્યાં ખુલ્લેઆમ માનવાધિકારો અને મહિલાઓના અધિકારોનું હનન થઇ રહ્યું છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસકોએ રવિવારે ફરી એક વિચિત્ર અને વાહિયાત ફરમાન લાગૂ કર્યું છે.
ફરમાનની થઇ રહી છે નિંદા
માનવાધિકાર કાર્યકર્તાઓએ આ આદેશની નિંદા કરી છે. બુધવારે આદેશની જાહેરાત બાદ, ફક્ત કેટલાક મીડિયા સંસ્થાઓએ આદેશનું પાલન કર્યું હતું. પરંતુ રવિવારે તાલિબાનના શાસકો દ્રારા આદેશને લાગૂ કર્યા બાદ મોટાભાગની મહિલા એન્કર્સને પોતાના મોંઢા ઢાંકેલી જોવા મળી હતે.
એન્કર્સે સંભળાવી આપવિતી
'ટોલો ન્યૂઝ' ન્યૂઝની એક ટીવી એન્કર અસોનિયા નિયાજીએ કહ્યું 'આ ફક્ત એક બહારી સંસ્કૃતિ છે, જે અમારા પર થોપવામાં આવી છે, જે અમને અમારો ઢાંકવા પર મજબૂર કરે છે અને જે અમારા કાર્યક્રમોને પ્રસ્તુત કરતી વખતે એક સમસ્યા પેદા કરી શકે છે.
તમને જણાવી દઇએ કે કે તાજેતરમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે મહિલાઓને એકલા ઘરેથે નિકળવા પર, પતિ-પત્નીની સાથે રેસ્ટોરેન્ટમાં બેઠવા પર પ્રતિબંધ લગાવ્યા હતા. આ સાથે જ ત્યાં ઘણા એવા કાયદા બનાવવામાં આવી રહ્યા છે જે માનવ અધિકારોનું હનન કરનાર છે.
1996-2001 ના જમાનાની યાદ આવી
એક સ્થાનિક મીડિયા અધિકારીએ પુષ્ટિ કરી કે તેમના સ્ટેશનને ગત અઠવાડિયે આદેશ મળ્યો હતો, પરંતુ રવિવારે આ આદેશને લાગૂ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે 1996-2001 સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાની સત્તા દરમિયાન મહિલાઓ પર બુરખો પહેરવા સહિત ઘણા પ્રતિબંધ લગાવવા ગયા હતા. તે સમયે છોકરીઓ અને મહિલાઓને શિક્ષણથી વંચિત કરી દેવામાં આવ્યા હતા અને સાર્વજનિક જીવનથી બહાર રાખવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube