નવી દિલ્હી: દેશભરમાં કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યા વધીને 8356 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 34 લોકોના મોત થયા છે. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 909 કેસ સામે આવ્યા છે. કોરોના સંક્રમણથી સમગ્ર દેશમાં અત્યાર સુધીના 273 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 176 દર્દી સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી એખ મોટી સૂચના કરવામાં આવી છે. કે 29 માર્ચના કોરોના દર્દીઓની સંખ્યા 979 હતી જે અત્યાર સુધીમાં વધીને 8356 પહોચી ગઈ છે. તેમાંથી લગભગ 20 ટકા કિસ્સાઓમાં ક્રિટિકલ ટ્રિટમેન્ટ આપવાની જરૂરીયાત છે. એટલે કે, આઈસીયૂમાં વેન્ટિલેટર પર રાખવાની જરૂરીયાત છે. લવ અગ્રવાલે કહ્યું કે, તેમાંથી લગભગ 1076 કેસમાં સમજી શકીએ છીએ કે, તેમને ઓક્સીજન વેન્ટીલેર અને આઈસીયૂ જેવી વસ્તુઓની જરૂરીયાત છે.


સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ જાણકારી એટલા માટે આપવામાં આવી રહી છે જેથી આઈસીયૂ વેન્ટીલેટર અને બીજા મેડિકલ ઇક્વિપમેન્ટ્સને લઇને કોઈ પેનિક ના થયા. કેસ વધાવની સાથે કોવિડ હોસ્પિટલ અને બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે.


ગૃહ મંત્રાલયની સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે કહ્યું, કેટલાક વિસ્તારોમાં આર્મી પણ મદદ કરી રહી છે. આતંરરાજ્ય કાર્ગોની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી. અનિવાર્ય ગુડ્સની મેન્યુફેક્ચરિંગ યૂનિટ પર પ્રતિબંધ નથી. નક્કી કરો કે યોગ્ય રીતે કામ થઈ જાય. ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ દરેક ગુડ્સને સ્ટોર કરી શકે છે. આજકાલ સોશિયલ મીડિયાનો પણ વધારે ઉપયોગ થઈ રહ્યો છે. સાઈબર ક્રાઇમને લઇને પણ જાગૃતા ફાલાવવામાં આવી રહી છે.


ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું, તમામ રાજ્ય સરકાર લોકડાઉન ઈન્ફોર્સમાં લાગી છે. ડોર ટૂ ડોર પર ફોકસ છે. ગ્રામીણ વિસ્તારમાં ફૂડ ડિસ્ટ્રીબ્યૂશન પર કામ ચાલી રહ્યું છે. સ્ટેટથી કહેવામાં આવ્યું છે કે, ઈન્ટરસ્ટેટે્સ કાર્ગોની અવરજવર પર પ્રતિબંધ નથી.


­­­લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube