નવી દિલ્હીઃ આસામમાં રાષ્ટ્રીય નારગિક રજીસ્ટર (એનઆરસી)ના ડ્રાફ્ટમાંથી 40 લાખ લોકોનું નામ હટાવવાના મુદ્દા પર દેશન રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. આ ડ્રાફ્ટમાં તેવા લોકોના નામ પણ સામેલ કરવામાં આવ્યા નથી જેની પાસે પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ છે. પરંતુ સરકારે કહ્યું છે કે જે લોકોના નામ રજીસ્ટરમાં સામેલ નથી તે બે મહિનાની અંદર પોતાનો વિરોધ નોંધાવીને જરૂરી દસ્તાવેજ જમા કરવાની પોતાનું નામ સામેલ કરવી શકે છે. હવે ચૂંટણી પંચે પણ કહ્યું કે, જે લોકોની પાસે ચૂંટણી કાર્ડ છે, ભલે તેનું નામ એનઆરસીમાં સામેલ ન હોય તે પણ મતદાન કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચે બુધવારે સ્પષ્ટ કર્યું કે આસામમાં એનઆરસીની બહારના લોકો જો ચૂંટણી કાયદા મુજબ પાત્ર છે અને આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા જો એનઆરસીને અંતિમ રૂપ ન આપવામાં આવે તો તે મતદાન કરી શકે છે. તેમણે કહ્યું કે, એનઆરસીમાં નામ સામેલ હોવાનો તે અર્થ નથી કે લોકોના નામ મતદારયાદીમાંથી હટી ગયા છે. 


મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે મીડિયાને કહ્યું, શું કામ નહીં. માની લો કે મારૂ નામ એનઆરસીમાં નથી, પરંતુ હું જનપ્રતિનિધિત્વના અધિનિયમ મુજબ માપદંડ પૂરા કરૂ છું તો તેનો અર્થ છે કે હું ભારતીય નાગરિક છું. તેમાં 18 વર્ષની ઉંમર અને સામાન્ય રીતે વિસ્તારનો નિવાસી છું તો હું મતદાતા બની શકુ છું. 


રાવતે કહ્યું કે, ચૂંટણી આયોગનું મતદાતા નોંધણી કાર્ય એનઆરસીથી અલગ છે. અંતિમ રૂપથી મતદાતા યાદી ચાર જાન્યુઆરી 2019ના પ્રકાશિત કરવામાં આવશે. જેનો ઉપયોગ લોકસભાની ચૂંટણીમાં થશે. 


તેમણે કહ્યું કે ભારત ચૂંટણી પંચ પોતાનો ઉદ્દેશ, કોઇ મતદાતા બાકી ન રહી જાયની સાથે આસામમાં મુખ્ય ચૂંટણી અધિકારીથી રાજ્ય એનઆરસી કોઓર્ડિનેટરની સાથે નજીકથી સંકલન કરવાનું કહ્યું છે, જેથી તમામ પાત્ર લોકોને મતદાર યાદીમાં સમાવેશ કરી શકાય. 


તેમણે કહ્યું કે આ એનઆરસી ડ્રાફ્ટ છે અને આગામી એક મહિનામાં તમામ 40 લાખ લોકોને ડ્રાફ્ટમાંથી બહાર રાખવાનું કારણ જણાવવામાં આવશે. રાવત તે પ્રકારની આશંકાઓ પર બોલી રહ્યાં હતા જેને એનઆરસીમાંથી બહાર રાખવામાં આવ્યા છે અને તે મદતાન કરી શકશે નહીં.