PMO ના પ્રિંસિપલ સેક્રેટરી પદથી સેવામુક્ત થયા નૃપેન્દ્ર મિશ્રા, પીકે સિન્હા બન્યા OSD
વડાપ્રધાન કાર્યાલયમાં શુક્રવારે બે મોટા પરિવર્તન આવ્યા, નૃપેન્દ્ર મિશ્રા પ્રિંસિપલ સેક્રેટરી પદથી સેવામુક્ત થઇ ચુક્યા છે
નવી દિલ્હી : વડાપ્રધાન કાર્યાલય (PMO) માં શુક્રવારે બે મોટા પરિવર્તન થયા. નૃપેન્દદ્ર મિશ્રા (Nripendra Misra) પ્રિંસિપલ સેક્રેટરી પદથી સેવામુક્ત થઇ ચુક્યા છે. બીજી તરફ પીકે સિન્હાને ઓએસડી નિયુક્ત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ટ્વીટ કરીને કહ્યું કે, 2019ની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ નૃપેન્દ્ર મિશ્રા (Nripendra Misra) એ પોતે પ્રિંસિપલ સેક્રેટરીનાં પદ પરથી સેવામુક્ત કરવા માટે અપીલ કરી હતી. ત્યારે તેમને વૈકલ્પિક વ્યવસ્થા થતા સુધી પદ પર રહેવાની અપીલ કરી. હવે નૃપેન્દ્ર મિશ્રાના સેવામુક્ત થવાની અપીલનો સ્વિકાર કરી લેવામાં આવ્યો છે. તેઓ પોતાની ઇચ્છા અનુરૂપ સપ્ટેમ્બરનાં બીજા અઠવાડીયાથી કાર્યમુક્ત થઇ જશે. આગળ માટે તેમને ખુબ જ શુભકામનાઓ.
નાણામંત્રી: સરકારની મોટી જાહેરાત, વિલય બાદ માત્ર 12 સરકારી બેંકો જ રહેશે
વડાપ્રધાન મોદીએ પોતાનાં વધારે એક ટ્વીટમાં કહ્યું કે, 2014માં જ્યારે મે વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી ત્યારે મારા માટે દિલ્હી નવું હતું અને નૃપેન્દ્ર મિશ્રા પણ નવા હતા. જો કે દિલ્હીની શાસન વ્યવસ્થાથી તેઓ સારી રીતે પરિચિત હતા. તેને પરિસ્થિતીમાં તેમણે પ્રિંસિપલ સેક્રેટરી રતીકે પોતાની બહુમુલ્ય સેવાઓ આપી. તે સમયે તેમણે ન માત્ર વ્યક્તિગત રીતે મારી મદદ કરી, પરંતુ 5 વર્ષ દેશમાં આગળ લઇ જવામાં, જનતાનો વિશ્વાસમાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવી. એક સાથી તરીકે 5 વર્ષ સુધી અમે હંમેશા સાથ આપ્યો. બીજી તરફ પીએમઓમાં ઓએસડી નિયુક્ત થયેલા પીકે સિન્હા ઉત્તરપ્રદેશ કેડરનાં 1977 બેચના રિટાયર્ડ IAS છે.
મોદી સરકારનો ચમત્કાર, બેંકોના ડુબેલા 1.21 લાખ કરોડ પાછા આવ્યા
MP કોંગ્રેસ અધ્યક્ષ મુદ્દે ધમાસાણ : સિંધિયાની પાર્ટી છોડવાની ધમકી, પટવારી પર સર્વસંમતી
સેવા મુક્ત થવાની જાહેરાત બાદ નૃપેન્દ્ર મિશ્રાએ પોતાનાં આ નિર્ણય અંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરવું ખુબ જ સારુ રહ્યું. વડાપ્રધાને મને તક આપી તેના માટે હું આભારી ચું. મારા માટે હવે આગળ વધવાનો સમય છે. હું જનહિત સાથે જોડાયેલા મુદ્દાઓમાં હંમેશા માટે સક્રિય રહીશ.