સર્જીકલ સ્ટ્રાઇક? અજીત ડોભાલ અને ગૃહસચિવ વચ્ચે મીટિંગ બાદ વાતાવરણ ગરમાયું
પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે 4 જવાન શહીદ થયા સમગ્ર દેશમાં રોષની લાગણી
નવી દિલ્હી : યુદ્ધવિરામ છતા પાકિસ્તાન તરફથી સતત થઇ રહેલા સીઝ ફાયરના ઉલ્લંઘનના કારણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહ સચિવ રાજીવ ગાબા વચ્ચે બેઠક યોજાઇ હતી. સુત્રો અનુસાર આ બેઠકમાં પાકિસ્તાનની હરકતોનો જવાબ આપવા અંગે ચર્ચા થઇ હતી. સુત્રો અનુસાર આ બેઠકમાં ગૃહસચિવે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી કઇ રીતે પાકિસ્તાન તરફથી સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જવાબી કાર્યવાહીમાં ભારતીય જવાબ કઇ રીતે રિએક્ટ કરી રહ્યા છે. આ તમામ મુદ્દાઓ પર બંન્ને વચ્ચે ઘણો લાંબો સમય સુધી ચર્ચા થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની રેન્જર્સની તરફથી યુદ્ધ વિરામનો વિશ્વાસ વ્યક્ત કરામાં આવવા છતા રમઝાનનાં મહિનામાં બે વાર સિઝફાયર ઉલ્લંઘન કરી ચુક્યા છે. સુત્રોનું કહેવું છે કે આ અજીત ડોભાલ અને રાજીવ ગાબાની મીટિંગ બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનને આકરો સંદેશ આપવા માટે ભારત કોઇ મોટુ પગલુ ઉઠાવી શકે છે. પાકિસ્તાન વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાાઇક પાછળ પણ અજીત ડોભાલનું જ પ્લાનિંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બીજી તરફ બુધવારે બીએસએફનાં એડીજી કમલનાથ ચોબેએ કહ્યું કે, યુદ્ધ વિરામ હોય કે ના હોય અમે હંમેશા તૈયાર રહીએ છીએ. સીમા સુરક્ષા માટે કોઇ પણ પ્રકારની કાર્યવાહી માટે અમે તૈયાર છીએ. પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે, પરંતુ ભારતે હંમેશા પોતાનો સંયમ જાળવી રાખ્યો છે. ઉપરાંત પાકિસ્તાને ભારત પર યુદ્ધવિરામ ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. સાથે જ પાકિસ્તાનમાં રહેલા હાઇકમિશ્નરને આ અંગે હાંક્યા છે.
પાકિસ્તાન તરફથી ગોળીબાર 4 જવાન શહિદ
અગાઉ મંગળવારે રાત્રે જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાન રેન્જર્સની તરફથી ગોળીબારમાં સીમા સુરક્ષા દળનાં એક સહાયક કમાન્ડેંટ રેંકના અધિકારી સહિત ચાર સૈન્ય કર્મી શહીદ થયા હતા, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. બીએસએફનાં આઇજી રામ અવતારે કહ્યું કે, પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કાલે રાત્રે રામગઢ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સીમા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. અમારા એખ સહાયક કમાન્ડેંટ રેંકના અધિકારી સહિત ચાર સુરક્ષાકર્મચારી ઘાયલ થયા છે જ્યારે અમારા ત્રણ અન્ય જવાન ઘાયલ થઇ ચુક્યા છે.