અજિત ડોભાલના `PoK પ્લાન`થી પાકિસ્તાનમાં ગભરાહટ, એક્શનમાં ભારતીય સેના
પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)એ વર્ષો પહેલાં અખંડ ભારતનું સપનું જોયું હતું. શું તે સપનું 2020માં પુરૂ થવા જઇ રહ્યું છે? આ પ્રશ્ન એટલા માટે કારણ કે પીઓકેને લઇને હિંદુસ્તાનના ઘણા એક્શન પ્લાન સામે આવ્યા છે.
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)એ વર્ષો પહેલાં અખંડ ભારતનું સપનું જોયું હતું. શું તે સપનું 2020માં પુરૂ થવા જઇ રહ્યું છે? આ પ્રશ્ન એટલા માટે કારણ કે પીઓકેને લઇને હિંદુસ્તાનના ઘણા એક્શન પ્લાન સામે આવ્યા છે. પીઓકે પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ઘણી મોટી બેઠક કરી છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાકિસ્તાનના કબજાવાળૅઅ આપણા કાશ્મીરના સારા દિવસો આવવાના છે.
આજકાલ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ભયમાં છે. ભારતના આક્રમક વલણથી બાજવાની ફોજની હાલત પતળી થઇ ગઇ છે. વાત એટલી હદ સુધી સીમિત હોત તો ઇમરાનના માથે પરસેવો ન આવ્યો હોત. પરંતુ ઇમરાન ખાન એટલા માટે ભય હેઠળ છે, કારણ કે તેમને હિંદુસ્તાનનો પ્લાન પીઓકે હવે ધીરે-ધીરે સમજાવવા લાગ્યો છે. તેમને ખબર પડી છે કે ભારત પીઓકેને લઇને કંઇક મોટું કરવાના છે.
તમને જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સલાહકાર અજિત ડોભાલ અને સીડીએસ જનરલ બિપિન રાવતે મળીને પાકિસ્તાન સાથે પીઓકે આઝાદ કરવાનો સુપરહિટ પ્લાન તૈયાર કર્યો છે.
હિંદુસ્તાનના ચાર મજબૂત પિલર પાકિસ્તાન પહેલાં પીઓકેને આઝાદ આઝાદ કરવાનો પ્લાન એકસાથે મળીને બનાવવામાં આવી રહ્યો છે. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે ઝી ન્યૂઝ પાસે એક એક્સક્લૂસિવ જાણકારી છે. શનિવારે રાત્રે NSA અજિત ડોભાલે એક મોટી બેઠક કરી. ડોભાલની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણે, રો ચીફ, આઇબી ચીફ, નોર્ધન આર્મી કમાન્ડના લેફ્ટિનેન્ટ જનરલ વાઇકે જોશી, 15 કોરના જીઓસી લેફ્ટિનેન્ટ જનરલ રાજૂ, 16 કોર કમાન્ડના લેફ્ટિનેન્ટ જનરલ હર્ષ ગુપ્તાની સાથે સાથે જમ્મૂ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ સામેલ હતા.
5 વાગ્યા સુધી ચાલેલી અ મેરેથોન બેઠકમાં જમ્મૂ કાશ્મીરના સાથે સાથે LoC પર હાલાતની સમીક્ષા કરવામાં આવી. NSA ડોભાલને હિજબુલ કમાન્ડર રિયાઝ નાયકૂના ખાતમા બાદ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરૂદ્ધ ચાલી રહેલા ઓપરેશન્સની આ એક જાણકારી આપવામાં આવી. ડોભાલને ઘાટીમાં હાજર આતંકવાદીઓની યાદી સોંપવામાં આવી. અધિકરીઓને જાણકારી આપી કે જૈશ એ મોહમંદના 25-30 આતંકવાદી કશ્મીરમાં સુરક્ષાબળો પર હુમલાના કાવતરાને અંજામ આપી શકે છે.
પીઓકેને લઇને થોડો સમય રાહ જુઓ, કારણ કે બની શકે છે કે ત્યારબાદ ડોભાલ પ્લાન વડે આ વખતે હિંદુસ્તાનની સેના પીઓકેમાં અલગ પ્રકારનું પરાક્રમ બતાવે અને શૌર્ય વડે PoK હિંદુસ્તાનનનો તિરંગો લહેરાવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube