નવી દિલ્હી : સીબીઆઇમાં અધિકારીઓના યુદ્ધની આંચ હવે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેન્દ્રીય મંત્રીઓ સુધી પહોંચવા લાગ્યો છે. સીબીઆઇમાં DIG રેંકના અધિકારી મનીષ કુમાર સિન્હાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી પોતાનાં નાગપુર બદલીને પડકારી છે અને તપાસમાં એજન્સીમાં સરકારના દખલને ગંભીર આરોપ લગાવ્યો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિન્હા મીટ વેપારી મોઇન કુરૈશી કેસમાં અસ્થાના પર 2.95 કરોડની લાંચ લેવાના આરોપોની તપાસ કરી રહ્યા હતા. સિન્હાનો આરોપ છે કે આ તપાસમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે બે વખત સર્ચ ઓપરેશન અટકાવવા માટેનાં નિર્દેશ આપ્યા હતા. અસ્થાનાની ફરિયાદ કરનારા હૈદરાબાદ નિવાસી સતીષ બાબુ સનાએ તેમને તેમ પણ કહ્યું હતું કે ગુજરાતના સાંસદ અને હાલનાં કોલસા તથા ખનન રાજ્યમંત્રી હરિભાઇ ચૌધરીને પણ કેટલાક કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી. સિન્હાએ કેન્દ્રીય સતર્કતા આયુક્ત (CVC) પર પણ દખલના આરોપ લગાવ્યા. 

સિન્હાનો આરોપ છે કે તપાસમાં રાકેશ અસ્થાનાને મદદ પહોંચાડવાનાં માટે જ તેને નાગપુર મોકલવામાં આવ્યો. તેના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે એવા પુરાવા છે જે ખુબ જ ચોંકાવનારા છે. જો કે કોર્ટે કહ્યું કે, હવે અમને કંઇ જ નથી ચોકાવતું. કોર્ટે અરજી પર તુરંત જ સુનવણીનો ઇન્કાર કરી દીધો, જો કે કહ્યું કે, અરજી મંગળવારે સીબીઆઇ ચીફની સુનવણી દરમિયાન હાજર રહ્યા હતા. 

તપાસમાં NSA પર બે વખત દખલ કરવાનો આરોપ, સ્પષ્ટતાની રાહ
1) 17 ઓક્ટોબરે અસ્થાના વિરુદ્ધ લાંચના આરોપોમાં ફરિયાદની વાત જ્યારે જાણવા મળી ત્યાર NSAએ દ્વારા અસ્થાના સાથે વાતચીત કરવામાં આવી, અસ્થાનાએ NSAની ધરપકડથી બચાવવા માટે જણાવવામાં આવ્યું હતું. 
2 ) 20 ઓક્ટોબરે જ્યારે અસ્થાના જુથના ડેપ્યુટી એસપી દેવેન્દ્ર કુમારના સ્થળો પર તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, તો સીબીઆઇ ચીફનો ફોન આવ્યો અને NSAનાં નિર્દેશ પર તપાસ અટકાવવા માટે જણાવવામાં આવ્યું હતું. 

આ આરોપો પણ છે
હાલનાં કોલસા અને ખનન રાજ્યમંત્રી હરિભાઇ ચૌધરીને પણ કરોડોની લાંચ આપવામાં આવી હતી. તેની ઓફીસમાં એવા કોઇ કેસમાં મંત્રી સંડોવાયેલા હોવાનો ઇન્કાર કરી દીધો હતો. સીવીસી કે.વી ચૌધરી પર પણ તપાસમાં દખલનો આરોપ લગાવ્યો, પરંતુ તેમણે આરોપો અંગે કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા આપી નથી.