Ajit Doval: ધર્મના નામે કેટલા લોકો બગાડી રહ્યા છે દેશનો માહોલ, NSA ડોભાલનું મોટું નિવેદન
NSA Ajit Doval s big statement: એનએસએ અજીત ડોભાલે દેશના માહોલને ખરાબ કરનાર અસામાજિક તત્વોને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો ધર્મ, વિચારધારાના નામ પર લોકોને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
NSA Ajit Doval s big statement: દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે દેશની શાંતિ સાથે છેડછાડ કરી રહેલા અસામાજિક તત્વોને લઇને આજે શનિવારના મોટું નિવદેન આપ્યું છે. તેમમે ધર્ણ અને વિચારધારાના નામ પર સદ્ભાવ બગાડવા અને અશાંતિ ફેલાવવાના ષડયંત્ર રચનારાઓને સતર્ક રહેવાની ચેતવણી પણ આવી છે. ડોભાલે દિલ્હીમાં અખિલ ભારતીય સૂફી સજ્જાદનશીન પરિષદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. આ કાર્યક્રમમાં ધાર્મિક પ્રમુખોએ ચર્ચા કરી અને શાંતિ અને એકતા માટે એક પ્રસ્તાવ પસાર કર્યો.
દેશમાં અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર
ડોભાલે કહ્યું કે, કેટલાક તત્વો એવો માહોલ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે ભારતની પ્રગતિમાં બાધા બની શકે છે. તે ધર્મ અને વિચારધારાના નામ પર કડવાશ અને સંઘર્ષ પેદા કરી રહ્યા છે અને તેઓ આખા દેશને પ્રભાવિત કરી રહ્યા છે અને દેશની બહાર પણ ફેલાવી રહ્યા છે.
'Sorry મમ્મી-પપ્પા...' સ્યુસાઈડ નોટ લખી વિદ્યાર્થીનો આપઘાત, કહ્યું- મને છોકરાથી પ્રેમ થઇ ગયો
ડોભાલે આપી ચેતવણી
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ચેતવણી હવે સસ્પેન્ડ ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા ટીવી પર પયગંબર મુહમ્મદ પર ટિપ્પણી કર્યાના બે મહિના બાદ આવી છે. નૂપુર શર્માના નિવેદનની ગલ્ફ દેશોએ ટિકા કરી હતી. ત્યારબાદ ભારતે આશ્વાસન આપ્યું કે તેઓ આ પ્રકારની ટિપ્પણીઓને સહન કરશે નહીં.
જેઠાલાલનો હંમેશા માટે સાથ છોડશે તેમના પ્રિય મિત્ર, શૈલેષ લોઢા આ કારણથી નારાજ!
ભારતને મળ્યો બીજો મેડલ, વેટલિફ્ટિંગમાં સંકેત બાદ ગુરૂરાજે જીત્યો બ્રોન્ઝ
દરજીની થઈ હતી ક્રુર હત્યા
તમને જણાવી દઈએ કે નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ પોસ્ટ કરવા પર રાજસ્થાનના ઉદેપુરમાં એક હિન્દુ દરજીની બે મસ્લિમ યુવાનોએ કેમેરા સામે હત્યા કરી દીધી હતી. આ ઘટનાના કારણે દેશના કેટલાક ભાગમાં અથડામણ પણ જોવા મળી હતી. આવી જ ઘટના મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં પણ જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube