નવી દિલ્હીઃ NSA Conference on Afghanistan: ભારતની યજમાનીમાં 10 નવેમ્બરે થઈ રહેલી 8 દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની મહત્વની બેઠક અફઘાનિસ્તાનની સ્થિતિની સાથે-સાથે આતંકવાદને મદદ કરનાર પાકિસ્તાનની ભૂમિકા પર પણ મંથન કરશે. આ બેઠક માટે રશિયા, ઈરાન, ઉઝ્બેકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો દિલ્હી પહોંચી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ઉચ્ચ સૂત્ર પ્રમાણે આ બેઠકમાં મુખ્યતરેઃ સંયુક્ત ખતરા અને ચિંતાઓને લઈને વાત થશે. દિલ્હી પ્રાદેશિક સુરક્ષા ડાયલોગના એજન્ડામાં અફઘાનિસ્તાનની અંદર અને તેની આસપાસ આતંકવાદના ખતરા પર વાત થશે. સાથે કટ્ટરપંથનો પડકાર, નશીકા પદાર્થોના ગેરકાયદેસર કારોબાર અને અફઘાનિસ્તાનમાં હથિયારોની હાજરી સાથે જોડાયેલી ચિંતા પર વાત થશે. આ સિવાય અફઘાનિસ્તાનથી અવરજવરની ચિંતાઓ પણ એનએસએ સ્તર વાર્તાનો મહત્વનો વિષય છે. 


આ પણ વાંચોઃ શ્રીનગરમાં આતંકીઓએ સેલ્સમેનની ગોળી મારી હત્યા કરી, 24 કલાકમાં બીજી ઘટના


પાકિસ્તાના બોલવામાં અને કરવામાં અંતર છે
આ બેઠકની તૈયારીથી વાકેફ સૂત્રો પ્રમાણે અફઘાનિસ્તાનમાં 15 ઓગસ્ટના જે થયું તેને લઈને બધાની ચિંતાઓ છે. તેવામાં દ્વિપક્ષીયસ્તર અને પ્રાદેશિક સ્તર પર ઘણીવાર વાર્તાઓ થઈ છે. આ મામલામાં અફઘાનિસ્તાનના ઘણા પાડોશી દેશોએ ખુલીને તો કેટલાકે પોતાના નિર્ણયમાં તે દર્શાવ્યું છે કે હાલના સંકટમાં પાકિસ્તાનની ભૂમિકાને લઈને આશંકાઓ છે. સાથે તેનું માનવું છે કે પાકિસ્તાનના બોલવામાં અને કરવામાં અંતર છે. 


સૂત્રો અનુસાર બેઠકમાં અફઘાનિસ્તાન અને તેની આસપાસ ફેલાયેલા આતંકવાદના નેટવર્ક પર વિસ્તારથી વાત થશે. તેવામાં સ્વાભાવિક રીતે આઈએસઆઈ અને આીએસઆીએસ-કેપી જૂથ વચ્ચે સંબંધો પર પણ વાત થશે. કારણ કે અફઘાનિસ્તાનમાં ભલે તાલિબાન અને આઈએસઆઈ-કેપી વચ્ચે આપસી ષડયંત્રની તસવીર બનાવવામાં આવી રહી હોય કે પછી આઈએસઆઈએસને હાલના બોમ્બ ધમાકા માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું હોય પરંતુ પાક ગુપ્તચર એજન્સીના તાર બંને સાથે જોડાયેલા છે. 


આ પણ વાંચોઃ મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની સુરક્ષા વધારવામાં આવી, એક ફોન કોલથી સક્રિય થઈ મુંબઈ પોલીસ


સ્વાભાવિક છે કે ભારતની આગેવાનીમાં યોજાનારી બેઠકમાં પાકિસ્તાન માટે પણ મોટો સંદેશ છે. આ બેઠક સૂચવે છે કે અફઘાનિસ્તાનની પશ્ચિમ સરહદની નજીકના તમામ પડોશીઓ પણ આ મુદ્દે ભારત સાથે તેમની ચિંતાઓ શેર કરવા માંગે છે. સૂત્રોનું કહેવું છે કે તમામ દેશો એ વાત સાથે પણ સહમત છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાની નિઝામના આગમનથી કટ્ટરપંથી શક્તિઓને પ્રોત્સાહન ન મળે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube