નવી દિલ્હી : પાકિસ્તાનનાં બાલકોટ ખાતે આતંકવાદી શિબિરો પર એરફોર્સનાં હવાઇ હુમલાઓમાં કેટલા આતંકવાદી ઠાર મરાયા, તે સવાલ મુદ્દે જ્યારે સત્તા પક્ષ અને વિપક્ષ સામ સામે આવી ચુક્યા છે, બીજી તરફ ભારતીય ગુપ્તચર એજન્સીઓની ટેક્નોલોજી સર્વિલાન્સથી એક મોટો ખુલાસો થયો છે. સર્વિલાન્સ અનુસાર આતંકવાદી કેમ્પમાં 280-300 જેટલા મોબાઇલ ફોન એક્ટિવ હોવાની માહિતી સામે આવી છે, જેના પરથી સાબિત થાય છે કે ત્યાં 250-300 જેટલા આતંકવાદીઓ હાજર હતા. 


1971ના યુદ્ધનો અભિનંદન હજી પણ પાકિસ્તાનની જેલમાં, પરિવારને હજી આશા

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુત્રોએ તેમ પણ જણાવ્યું કે, ગુપ્તચર એજન્સીઓએ પણ એનટીઆરઓની માહિતીની પૃષ્ટી કરી હતી. જો કે અધિકારીક રીતે હવાઇ હુમલામાં મરાયેલા આતંકવાદીઓની સંખ્યા મુદ્દે કોઇ જ માહિતી આપવામાં આવી નહોતી. બીજી તરફ વાયુસેના ચીફ બી.એસ ધનોઆએ સોમવારે કોયમ્બતુરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, શબોને ગણવું અમારુ કામ નથી. ધનોઆએ કહ્યું કે, અમે ટાર્ગેટ હીટ કરીએ છીએ, શબો ગણવા અમારુ કામ નથી. અમે માત્ર એટલું જ જોઇએ છીએ કે ટાર્ગેટ હિટ કર્યો છે કે નહી. હા અમે કર્યો.