NTRO નો મોટો ખુલાસો: એર સ્ટ્રાઇક સમયે આતંકી કેમ્પમાં એક્ટિવ હતા 300 મોબાઇલ
ભારતીય સુરક્ષા એજન્સીઓએ બાલાકોટમાં આતંકી અડ્ડાઓ પર હુમલા દરમિયાન ટેક્નીકલ સર્વેલન્સથી જાણકારી મળી હતી કે આતંકી કેમ્પોમાં 300 મોબાઇ એક્ટિવ હતા.
નવી દિલ્હી: પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી નષ્ટ કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકી અડ્ડાઓ પર થયેલા હુમલામાં 300 આતંકીઓ માર્યા ગયા હતા. ત્યાર બાદથી વિપક્ષના ઘણા નેતાઓએ એર સ્ટ્રાઇકના પુરાવો આપવા અને માર્યા ગેયલા આતંકીઓની સંખ્યા જણાવવાને લઇને કેન્દ્ર સરકારને સવાલ પૂછવાનું શરૂ કરી દીધુ હતું. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર, સુત્રોનું માનીએ તો, નેશનલ ટેક્નીકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (NTRO) એ જણાવ્યું છે કે એર સ્ટ્રાઇક દરમિયાન આતંકી કેમ્પોમાં 300 મોબાઇ ફોન એક્ટિવ હતા.