ભારતમાં ક્યાં-ક્યાં ચાલે છે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ? જાણો કેટલી છે તેની ક્ષમતા?
ભારતમાં પાંચ વિજળી ગ્રેડ છે. ઉત્તરી, પૂર્વી, ઉત્તર-પૂર્વી, દક્ષિણી અને પશ્વિમી ગ્રીડ. દક્ષિણી ગ્રીડને છોડી દઈએ તો બીજા ગ્રીડ એકબીજા સાથે લગભગ જોડાયેલા છે. વર્લ્ડ ન્યૂક્લિયર એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે દેશમાં હાલમાં 7 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ કાર્યરત છે.
નવી દિલ્લી: પરમાણુ પરીક્ષણે ભારતને દુનિયાના પરમાણુ સંપન્ન દેશોની યાદીમાં લાવીને ઉભો કરી દીધો. ભારતમાં વિજળીની આપૂર્તિ ઘણે અંશે ન્યૂક્લિયર પાવર પર નિર્ભર છે. આયાતિત ઉર્જા સંસાધનો પર ભારતની નિર્ભરતા અને ઉર્જા ક્ષેત્રમાં વધતી માગને પૂરી કરવાનો મોટો પડકાર છે.
ભારતમાં કેટલા વિજલી ગ્રીડ છે:
ભારતમાં પાંચ વિજળી ગ્રેડ છે. ઉત્તરી, પૂર્વી, ઉત્તર-પૂર્વી, દક્ષિણી અને પશ્વિમી ગ્રીડ. દક્ષિણી ગ્રીડને છોડી દઈએ તો બીજા ગ્રીડ એકબીજા સાથે લગભગ જોડાયેલા છે. વર્લ્ડ ન્યૂક્લિયર એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે દેશમાં હાલમાં 7 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ કાર્યરત છે. બધા રાજ્યના સ્વામિત્વવાળી પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા સંચાલિત છે. જે 95,000 સર્કિટ કિલોમીટરથી વધારે ટ્રાન્સમિશન લાઈનનું સંચાલન કરે છે.
ભારતમાં કેટલા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ છે:
1. કાઈગા, કર્ણાટક - 880 મેગાવોટ
2. કાકરાપાર, ગુજરાત - 1140 મેગાવોટ
3. કુંડનકુલમ, તમિલનાડુ - 2000 મેગાવોટ
4. કલપક્કમ, તમિલનાડુ - 440 મેગાવોટ
5. નરોરા, ઉત્તર પ્રદેશ - 440 મેગાવોટ
6. રાજસ્થાન, રાજસ્થાન - 1180 મેગાવોટ
7. તારાપુર, મહારાષ્ટ્ર- 1400 મેગાવોટ