Nuh Violence: નૂહમાં હિંસા માટે કોણ જવાબદાર? સોશિયલ મીડિયા પોસ્ટથી થયો મોટો ખુલાસો
Nuh Violence Social Media Post: હરિયાણાના નૂંહથી સોમવારે શરૂ થયેલી હિંસાની આગ હજુ પણ બુઝાઈ નથી. બબાલની અસર અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. હિંસા બાદ સમગ્ર હરિયાણામાં તણાવની સ્થિતિ છે. રાજ્યના 9 જિલ્લાઓમાં કલમ 144 લાગૂ છે.
Nuh Violence Social Media Post: હરિયાણાના નૂંહથી સોમવારે શરૂ થયેલી હિંસાની આગ હજુ પણ બુઝાઈ નથી. બબાલની અસર અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. હિંસા બાદ સમગ્ર હરિયાણામાં તણાવની સ્થિતિ છે. રાજ્યના 9 જિલ્લાઓમાં કલમ 144 લાગૂ છે. હાલાત જોતા મોટી સંખ્યામાં જવાનોની તૈનાતી કરાઈ છે. ઉપદ્રવીઓને શોધવા માટે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે નૂહ હિંસા અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જાણવા મળ્યું છે કે નૂહ હિંસા એક સુનિયોજિત ષડયંત્ર હતું. તે સંલગ્ન કેટલાક પુરાવાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
હિંસા અગાઉ સર્ક્યુલેટ થયા હતા મેસેજ
વાત જાણે એમ છે કે હિંસા પહેલા સોશિયલ મીડિયા પર કેટલાક મેસેજ સર્ક્યુલેટ કરાયા હતા. જેમાં બદલો લેવાની વાત કહેવામાં આવી રહી હતી. એક મેસેજમાં એમ પણ કહેવાયું છે કે અકસ્માતમાં કેસ બનતો નથી. બીજી બાજુ લોકોને ઉક્સાવવાની કોશિશ પણ આ સંદેશાઓમાં કરાઈ છે. પોલીસ આ તમામ સોશિયલ મીડિયા મેસેજ, ઓડિયો, વીડિયોની તપાસ કરી રહી છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube