મહારાષ્ટ્રમાં બની તો ગઈ BJPની સરકાર પણ લાડવો ખાવાની હજી વાર છે કારણ કે....
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટ માટે 21 ઓક્ટોબરે ચૂંટણી થઈ હતી અને એનું પરિણામ 24 ઓક્ટોબરે મળ્યું હતું. રાજ્યમાં કોઈપણ પક્ષ કે ગઠબંધન દ્વારા સરકાર રચવાનો પ્રસ્તાવ ન મુકવાને કારણે 12 નવેમ્બરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું હતું.
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharastra)માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. શનિવારે સવારે ભાજપે (BJP) અન્ય પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શપથગ્રહણ સમારોહમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપી છે. શરદ પવારના ભત્રીજા અને NCPના નેતા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે. આમ, લાંબા સમયના ગજગ્રાહ પછી આખરે મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવી લીધી છે.
શરદ પવારની પીઠમાં ખંજર માર્યુ ભત્રીજા અજિત પવારે? ટ્વિટ કરીને કર્યો મોટો ધડાકો
મહારાષ્ટ્રમાં ભાજપ અને એનસીપીની સરકાર બની તો ગઈ છે પણ અંતિમ ઉજવણીની મીઠાઈ ખાવા માટે હજી કેટલાક અવરોધો પાર કરવા પડશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાજપને અજિત પવાર સાથે એનસીપીના 22 ધારાસભ્યોનું સમર્થન છે. એક ચર્ચા પ્રમાણે સરકારને શિવસેનાના કેટલાક ધારાસભ્યોનું પણ સમર્થન છે પણ આ સંખ્યા વિશે સ્થિતિ હજી સ્પષ્ટ નથી. નોંધનીય છે કે 288 સીટવાળી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટ મળી છે.
મહારાષ્ટ્રમાં સરકારની આગ સળગાવશે NCP? આંખમાં કણાની જેમ ખટકતી બહેન બની કારણ?
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. જો એનસીપીના 22 ધારાસભ્ય ભાજપ સાથે આવે તો બંનેની સંખ્યા 127 થઈ જશે. આ સિવાય કેટલાક અપક્ષોનું પણ ભાજપને સમર્થન છે અને હવે શિવસેનાના કેટલાક ધારાસભ્યના તુટવાની ચર્ચા ચાલી રહી છે. આ સંજોગોમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે મળીને ફ્લોર ટેસ્ટ પાસ કરવો પડશે જેના માટે 145નું સમર્થન મેળવવું પડશે..
શપથ લીધા પછી સીએમ ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવારે પહેલું નિવેદન આપ્યું, કહ્યું કે...
નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટ માટે 21 ઓક્ટોબરે ચૂંટણી થઈ હતી અને એનું પરિણામ 24 ઓક્ટોબરે મળ્યું હતું. રાજ્યમાં કોઈપણ પક્ષ કે ગઠબંધન દ્વારા સરકાર રચવાનો પ્રસ્તાવ ન મુકવાને કારણે 12 નવેમ્બરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પદની માગણીને પગલે શિવસેનાએ ભાજપ સાથે 30 વર્ષ જુનું ગઠબંધન તોડી નાખતા રાજ્યમાં રાજકીય સંકટ ઉભું થઈ ગયું હતું.
LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube