કલકત્તા: પશ્વિમ બંગાળમાં મદરેસાઓમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને લઇને આશ્વર્યજનક આંકડા સામે આવ્યા છે. સમાચાર છે કે પશ્વિમ બંગાળના મદરેસાઓમાં હિંદુ વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. પશ્વિમ બંગાળ મદરેસા બોર્ડના અધ્યક્ષ અબૂ તાહેર કમરૂદ્દીનનું કહેવું છે કે ગત વખતે 10મા ધોરણના મદરેસા બોર્ડ એક્ઝામમાં 11.9 ટકા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરંતુ આ વખતે આ આંકડો 14.26 ટકા નોંધાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ મદરેસા બોર્ડના અધ્યક્ષના અનુસાર મદરેસામાં એડમિશન લેનાર હિંદુ વિદ્યાર્થીની ટકાવારીમાં ઘણો વધારો જોવા મળ્યો છે. 


એવું કહેવામાં આવી રહ્યું છે કે ગત વખતે મદરેસા બોર્ડની એક્ઝામ આપનાર વિદ્યાર્થીઓમાં બિન મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા 12.77 ટકા છે. જ્યારે આ વખતે સંખ્યા વધીને 18 ટકા થઇ ગઇ છે. તાહેર કમરૂદ્દીને મીડિયા સાથે વાત કરતાં એ પણ કહ્યું કે આ મદરેસાઓમાં હિંદુ વિદ્યાર્થી ના ફક્ત ભણી રહ્યા છે પરંતુ સારા પરિણામ પણ લાવી રહ્યા છે. 


એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મદરેસાઓમાં સારી સુવિધાઓ અને સ્કોલરશિપ આપવામાં આવતાં બિન મુસ્લિમ વિદ્યાર્થીઓને અહીં એડમિશન લેવાનું આકર્ષણ વધી રહ્યું છે. કેટલાક લોકોનું કહેવું છે કે મદરેસાઓમાં સંબંધિત વિષયોના ટીચર્સનું ના હોવું અને સરકારી સ્કૂલોમાં સીટોની સંખ્યા ઓછી હોવાના લીધે લોકો બાળકોને મદરેસાઓમાં એડમિશન કરાવી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube