Nupur Sharma Controversy: સુપ્રીમ કોર્ટ દ્વારા નુપુર શર્મા મામલે કરાયેલી ટિપ્પણીઓની કેરળ હાઈકોર્ટના પૂર્વ જજ પીએન રવિન્દ્રને ટીકા કરી છે. તેમણે આ મામલે ચીફ જસ્ટિસ એનવી રમનાને પત્ર લખ્યો છે. જેમા લખ્યું છે કે સુપ્રીમ કોર્ટે પોતાની ટિપ્પણીઓથી લક્ષ્મણ રેખા ઓળંગી છે. પીએન રવિન્દ્રનના આ પત્રનું 117 લોકોએ સમર્થન પણ કર્યું છે. જેમાં ન્યાયપાલિકા, બ્યૂરોક્રેટ્સ અને સેનાના 117 પૂર્વ અધિકારીઓ અને જજ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CJI ને વધુ એક પત્ર લખાયો છે જે ફોરમ ફોર હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસ, જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખ એટ જમ્મુએ લખ્યો છે. અત્રે જણાવવાનું કે નુપુર શર્માએ પોતાના વિરુદ્ધ દેશના અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલા તમામ કેસને એક સાથે ક્લબ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. 


કોણે કર્યું સમર્થન
કેરળ હાઈકોર્ટના પૂર્વ જજ પીએન રવિન્દ્રનના આ પત્રનું 15 રિટાયર્ડ જજ, 77 રિટાયર્ડ બ્યૂરોક્રેટ્સ, 25 રિટાયર્ડ આર્મી અધિકારીઓએ સમર્થન કર્યું છે. આ પત્ર સાથે જ આ લોકોના હસ્તાક્ષરનો પત્ર પણ મોકલવામાં આવ્યો છે. પૂર્વ જજ જસ્ટિસ પીએન રવિન્દ્રનના પત્રમાં લખ્યું છે કે 'અમે જવાબદાર નાગરિક તરીકે વિશ્વાસ કરીએ છીએ કે કોઈ પણ દેશનું લોકતંત્ર જ્યાં સુધી તમામ સંસ્થાઓ બંધારણ મુજબ પોતાના કર્તવ્યનું પાલન નહીં કરે ત્યાં સુધી યથાવત રહેશે નહીં. સુપ્રીમ કોર્ટના 2 જજે પોતાની હાલની ટિપ્પણીઓમાં લક્ષ્મણ રેખા ઓળંગી છે અને અમને આ નિવેદન બહાર પાડવા માટે મજબૂર કર્યા છે. બંને જજોની ટિપ્પણીઓએ લોકોને સ્તબ્ધ કર્યા છે. આ ટિપ્પણીઓ ન્યાયિક આદેશનો ભાગ નથી. એક વ્યક્તિને દેશના અનેક રાજ્યોમાં તેના પર નોંધાયેલા કેસને એકીકૃત કરાવવાનો તેનો કાનૂની અધિકાર છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube