પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અંગે થઈ રહેલા વિવાદ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે હવે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. નુપુર શર્માની ટિપ્પણી અંગે થયેલા એક પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે ભાજપે જ્યારે એક્શન લઈ લીધુ તો પછી આટલો હંગામો મચાવવાની શું જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતિશકુમારે કહ્યું કે ભાજપે નુપુર શર્મા વિરુદ્ધ એક્શન તો લઈ જ લીધુ હતું. નુપુર શર્મા સામે કેસ પણ દાખલ થયો છે. આમ છતાં જો કોઈ વાત થઈ રહી છે તો તેના પર ધ્યાન આપવાની જરૂર છે. કેટલાક લોકો જાણી જોઈને પરસ્પર ઝઘડા  કરાવવા માંગે છ. જરૂરી નથી કે કોઈ પણ ચીજ સ્વભાવિક હોય. 


બિહારના સીએમ નીતિશકુમારે કહ્યું કે ભાજપ જ્યારે નુપુર શર્મા વિરુદ્ધ એક્શન લઈ લીધુ તો પછી આ પ્રકારે હંગામો મચાવવાની શું જરૂર છે? ગમે તેટલું કરો કેટલાક લોકો પરસ્પર ઝઘડા કરાવતા જ રહેશે. બિહારમાં કોઈ પણ વિવાદનો મામલો નથી. તેમણે કહ્યું કે રાંચી હિંસા દરમિયાન બિહાર સરકારના મંત્રી નીતિન નવીન ઉપર પણ હુમલો થયો. આ મામલાને જુએ અને જરૂરી કાર્યવાહી કરવાની જવાબદારી ઝારખંડ સરકારની છે. નીતિશકુમારે કહ્યું કે બિહાર સરકારે તત્કાળ આ મુદ્દાને ઝારખંડ સરકાર સમક્ષ ઉઠાવ્યો છે. 


અત્રે જણાવવાનું કે નુપુર શર્માએ હાલમાં એક ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન આપ્યું હતું જેને લઈને અરબ દેશોએ પણ નુપુરના નિવેદનને વખોડ્યું. ત્યારબાદ ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા. જો કે આમ છતાં શુક્રવારે નમાજ બાદ દેશભરમાં અનેક જગ્યાએ જેમ કે દિલ્હી, રાંચી,લખનઉ, પ્રયાગરાજ, સહારનપુર, કોલકાતા વગેરેમાં નુપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શનો  થયા. આ દરમિયાન હિંસા પણ થઈ અને રાંચીમાં થયેલી હિંસામાં 2 લોકોના મૃત્યુ થયા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube