નવી દિલ્હી : અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) આજે ઐતિહાસિક રામલીલા મેદાનાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદ માટેના સોગંધ લીધા છે. તેમણે આ પ્રસંગે કહ્યું છે કે તેઓ કેન્દ્ર સરકાર સાથે મળીને દિલ્હીને આગળ લઈ જવા ઇચ્છે છે. અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં કહ્યું છે કે ''અમે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરીશું. અમે પીએમને પણ આમંત્રણ મોકલ્યું હતું પણ તેઓ કદાચ કોઈ બીજા કાર્યક્રમમાં વ્યસ્ત છે. હું દિલ્હીની પ્રગતિ માટે પીએમ અને કેન્દ્ર સરકાર પાસેથી આશીર્વાદ ઇચ્છું છું."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે પીએમ વારાણસીમાં કરશે એવી હજારો કરોડની જાહેરાત કે ભુલાઈ જશે બીજા તમામ સમાચાર


નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હીની AAP સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેકવાર ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ છે. જોકે છેલ્લા એક વર્ષમાં કેજરીવાલે કેન્દ્ર સરકાર સાથે સહયોગ સાધવાની નીતિ અપનાવી છે. 


કેજરીવાલના શપથગ્રહણ ભાષણની હાઇલાઇટ્સ


  • કેટલાક લોકો કહી રહ્યા છે કેજરીવાલ બધુ ફ્રી કરી રહ્યા છે. આ દુનિયામાં જેટલી કિંમતી ચીજો છે તે ફ્રી છે. મા અને પિતાનો પ્રેમ ફ્રી હોય છે. શ્રવણ કુમારની સેવા ફ્રી હતી. 

  • જો હું સ્કૂલમાં ભણતા બાળકો પાસેથી, હોસ્પિટલમાં સારવાર માટે આવતા લોકો પાસેથી રૂપિયા લંઉ તો લાંછન છે આવા મુખ્યમંત્રી પર. 

  • દિલ્હીને કેજરીવાલ નથી ચલાવતો. પરંતુ ઓટોવાળા, શિક્ષક, ડોકટર, સ્ટુડન્ટ અને તમામ દિલ્હીવાસી ચલાવે છે. 

  • નેતા અને પાર્ટી આવતી-જતી રહે છે પરંતુ દિલ્હી આગળ વધતી રહે છે.

  • દિલ્હીના લોકોએ દિલ્હીમાં એક નવી રાજનીતિ શરૂ કરી છે. 

  • જ્યારે ભારત માતાનો દરેક બાળક સારું શિક્ષણ મેળવશે ત્યારે તિરંગો આકાશમાં શાનથી લહેરાશે. 

  • હું પ્રધાનમંત્રી મોદી પાસેથી આશીર્વાદ માંગુ છું

  • ચૂંટણીમાં રાજનીતિ તો થતી રહે છે. અમારા વિરોધીઓએ અમને જે કંઈ કહ્યું તેને અમે માફ કરી દીધું છે. 

  • મેં ક્યારેય કામ કરવામાં ભેદભાવ નથી કર્યો. 

  • બધા મારા પરિવારમાં સામેલ છે. જો કોઈ પણ કામ હોય તો તમે મારી પાસે આવી શકો છું. 

  • હું બધાની સાથે મળીને કામ કરવા માંગુ છું.

  • કેટલાક લોકોએ આપને વોટ આપ્યા, કેટલાક લોકોએ બીજેપીને વોટ આપ્યા, કેટલાકે કોંગ્રેસને વોટ આપ્યા. આજે હું બધાનો મુખ્યમંત્રી છું.

  • મારી જીત એક ભાઈ, બહેન, યુવા અને વિદ્યાર્થીની જીત છે. દરેક દિલ્હીવાસીની જીત છે. 

  • તમારો દીકરો ફરી સીએમ બની ગયો હવે ચિંતાની વાત નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...