PM Ujjwala Yojana: હોળીના અવસર પર ઉત્તર પ્રદેશની યોગી સરકાર પ્રદેશના લગભગ 1.75 કરોડ પાત્ર પરિવારોને મફત રસોઇ ગેસ સિલિન્ડર આપવા જઇ રહી છે. હોળીના તહેવારમાં 10 દિવસનો સમય બાકી છે અને આ અવસર પર તમને સરકાર તરફથી મફત ગેસ સિલિન્ડર આપવામાં આવશે. ગેસ સિલિન્ડર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana) અંતગર્ત આપવામાં આવશે. યોગી સરકારની યોજના અંતગર્ત ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષમાં બે વખત તહેવારના અવસર પર ફ્રી એલપીજી ગેસ સિલિન્ડર આપવાની યોજના છે. આ પહેલાં સરકારે નવેમ્બર મહિનામાં દિવાળીના અવસર પર ફ્રી એલપીજી સિલિન્ડર આપ્યા હતા. તમે પણ જો યૂપીના રહેવાસી છો તો સરકાર મફત ગેસ સિલિન્ડર યોજનાનો લાભ ઉઠાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોરોની ફેવરિટ છે આ મારૂતિ કાર, આ કામ કરાવ્યું હશે તો કંપની આપશે નવી કારની કિંમત


કેવી રીતે મળશે ફાયદો
યોજનાનો લાભ મેળવવા માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ તેમના બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું પડશે. ઉજ્જવલા યોજના વર્ષ 2016માં વડાપ્રધાન મોદીએ શરૂ કરી હતી. યુપી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ વર્ષ 2023-24 માટે 2,312 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ યોજના હેઠળ રાજ્યની 1.75 કરોડ ગરીબ મહિલાઓને દર વર્ષે બે ફ્રી ગેસ સિલિન્ડર રિફિલ આપવામાં આવે છે.


Mangal Gochar 2024: આજથી કુંભ રાશિમાં ગ્રહોના સેનાપતિની એન્ટ્રી, આ 5 રાશિઓનો બેડો થઇ જશે પાર


1.31 કરોડથી વધુ ગેસ સિલિન્ડર વહેંચ્યા હતા 
પ્રથમ તબક્કા દરમિયાન 1 નવેમ્બરથી 15 ફેબ્રુઆરીની વચ્ચે 80.30 લાખ ઉજ્જવલા યોજના લાભાર્થી મહિલાઓએ ગેસ સિલિન્ડર રિફિલ કર્યા. 1 જાન્યુઆરીથી અત્યાર સુધી બીજો તબક્કો ચાલી રહ્યો છે, જેમાં 50.87 લાખ મહિલાઓને ગેસ સિલિન્ડર રિફિલ કરાવવામાં આવ્યા છે. યુપી સરકારના પ્રવક્તાએ એમ પણ કહ્યું કે યોજના હેઠળ 1.31 કરોડથી વધુ એલપીજી સિલિન્ડર રિફિલનું વિતરણ કરવામાં આવ્યું છે. 10 નવેમ્બર, 2023 ના રોજ યોજના શરૂ કરતી વખતે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લાખો ઉજ્જવલા લાભાર્થીઓના ખાતામાં સબસિડીની રકમ જમા કરાવી હતી.


સોના-ચાંદીમાં મોટો ફેરફાર, 9 દિવસમાં 2500 મોંઘી થઇ ચાંદી, જાણો તમારા શહેરનો ભાવ


100 રૂપિયા ઘટાડ્યા સિલિન્ડરના ભાવ
બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ લોકસભા ચૂંટણી પહેલાં 8 માર્ચના રોજ રસોઇ ગેસની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ સરકારી ઓઇલ કંપનીઓએ શુક્રવારે રાત્રે 12 વાગ્યાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. દિલ્હીમાં 14.2 કિલોવાળા ઘરેલૂ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવ હવે ઘટીને 803 રૂપિયા રહી ગયા છે. મુંબઇમાં આ સિલિન્ડર 802.50 રૂપિયા, ચેન્નઇમાં 818.50 રૂપિયા અને કલકત્તામાં 829 રૂપિયામાં મળે છે. 


Tips & Tricks:શું તમારા ઘરમાં પણ છે મચ્છરોની ફોજ, ઝેરી મોસ્કીટોના બદલે વાપરો આ વસ્તુ