જગતસિંહપુર (ઓરિસ્સા) : ઓરિસ્સામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાઇકલ લઇને કોચિંગ ક્લાસમાં જઇ રહેલી એક કિશોરી સાથે ગેંગ રેપની ઘટના ઘટતાં ચકચાર મચી જવા પામી છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ કૃત્યમાં એક સગીર પણ સામેલ હતો. પોલીસે ત્રણેયની ઘરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જગતસિંહપુર જિલ્લામાં 14 વર્ષની એક દલિત કિશોરી સાથે એક સગીર સહિત ત્રણ શખ્સોનો ગેંગ રેપનો ચોંકાવનારો કથિત કિસ્સો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે જાણકારી આપતાં કહ્યું કે, શુક્રવારે તિરતોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. ફરિયાદ બાદ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સગીરને સોમવારે ઝડપી લેવામાં આવ્યો છે. 


Viral Video : બિહારમાં ધોળા દિવસે સગીરાના કપડાં ફાડીને છેડતી, ચારની ધરપકડ


કોચિંગ સેન્ટર જઇ રહી હતી પીડિતા : તિરતોલના નાયબ જિલ્લા પોલીસ વડા શિવા પ્રસાદ મલિકે જણાવ્યું કે, શુક્રવારે 27 એપ્રિલે સાંજે કિશોરી સાઇકલ પર કોચિંગ સેન્ટર જઇ રહી હતી. આ દરમિયાન ત્રણ આરોપીઓ તેણીને વાસના જંગલમાં ખેંચી ગયા હતા અને ઘટનાને અંજામ આપ્યો હતો. વધુમાં આરોપીઓએ તેણીને આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટના સ્થળેથી ગમે તેમ કરીને કિશોરી ત્યાંથી ભાગીને પોતાના ઘરે પહોંચી હતી અને સમગ્ર ઘટના પરિવારજનોને જણાવી હતી.


આરોપીઓમાં એક સગીર
ગેંગ રેપ પીડિતાને લઇને તેણીની માતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ત્રણ આરોપીઓએ પોતાની ગુનો કબૂલ કરી લીધો છે. એમને કોર્ટમાં રજૂ કરાશે. પીડિતાને મેડિકલ પરીક્ષણ માટે લઇ જવાઇ હતી જેમાં ગેંગ રેપ થયાનું સ્પષ્ટ થયું છે. આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી