મિશન 2019: વડાપ્રધાન મોદીને પુરી સીટ પરથી ચૂંટણી લડવા ઓરિસ્સા BJPની અપીલ
જો કે પુરી લોકસભા વિસ્તારમાં આવતી કુલ 7 વિધાનસભા સીટો પૈકી માત્ર 1 પર જ ભાજપ જીતી શક્યું છે
ભુવનેશ્વર : ભારતીય જનતા પાર્ટીની ઓરિસ્સા એકમે શુક્રવારે કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે વડાપ્રધાન મોદી 2019ની લોકસબા ચૂંટણીમાં પુરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડે. ઓરિસ્સા ભાજપ વસંત પાંડાએ કહ્યું કે, મોદીની પુરીથીપાર્ટી ઉમેદવાર બનાવવા માટેનો પ્રસ્તાવ પાર્ટીના સંસદીય બોર્ડ સમક્ષ મુકવામાં આવશે. પાંડાએ પત્રકારોને જણાવ્યું કે, આ અંગે અંતિમ નિર્ણય સંસદીય બોર્ડ લેશે.
જો કે 2014ની લોકસભા ચૂંટણીમાં પુરીમાં ભાજપનું પ્રદર્શન સારુ નહોતું રહ્યું. ભાજપ ઉમેદવાર અશોક સાહુ ત્રીજા સ્થાન પર હતા. બીજદનાં પિનાકી મિશ્રાએ જીત મળી હતી. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર સુચમિતા મોહંતી બીજા સ્થાન પર રહ્યા હતા. આમ છતા પાર્ટીનાં ઉચ્ચ નેતાઓનું માનવું છે કે મોદીની ઉમેદવારી રાજ્યનાં કિનારાના પ્રદેશોમાં રાજનીતિક સ્થિતી બદલશે. આ ક્ષેત્ર નવીન પટનાયકની અધ્યક્ષતાવાળી સત્તારૂઢ બીજદનો ગઢ માનવામાં આવે છે. પુરી લોકસભા વિસ્તાર હેઠળ સાત વિધાનસભા સીટોમાંથી માત્ર એક જ સીટ પર ભાજપ જીત્યું હતું. જ્યારે બાકીની તમામ 6 સીટ પર બીજદનો કબ્જો છે.
જો કે આ પહેલો પ્રસંગ છે જ્યારે વડાપ્રધાન મોદીએ પુરીથી 2019ની લોકસભા ચૂંટણી લડવાની સુગુબુગાહટ સામે આવી હોય. લાંબા સમયતી રાજનીતિક ગલિયારાઓમાં આ પ્રકારની ચર્ચા રહી કે 2019માં વડાપ્રધાન મોદી વારાણસી ઉપરાંત પુરીથી ચૂંટણી લડી શકે છે. ગત્ત લાંબા સમયથી ભાજપ કેન્દ્રની નજર ઓરિસ્સા પર છે. કેન્દ્રમાં એનડીએ સરકારનાં 4 વર્ષ પુરણ થવા પર 26 મેનાં રોજ વડાપ્રધાન મોદીએ ઓરિસ્સાનાં કટકમાં જનસભા સંબોધિત કરી હતી. અગઉ 15 એપ્રીલ, 2017નાં રોજ ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતીની બેઠકમાં વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતા.