ભુવનેશ્વરઃ ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસ (Naba Kishore das)ની સાથે મોટી દુર્ઘટના થઈ છે. તેમને એક પોલીસ અધિકારીએ ગોળી મારી દીધી છે. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ઘટના પ્રમાણે બ્રજરાજનગરમાં એક કાર્યક્રમમાં સામેલ થવા મંત્રી જઈ રહ્યાં હતા. પોલીસ અધિકારીએ ગોળી કેમ ચલાવી, તેનું કારણ સામે આવ્યું નથી. ગોળી તેમની છાતીમાં વાગી છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે પોલીસની ટીમ હુમલો કરનારની પૂછપરછ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી અનુસાર ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગરની પાસે એક પોલીસ અધિકારીએ ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસને ગોળી મારી જેમાં તે ઈજાગ્રસ્ત થઈ ગયા. ઘટના સમયે તે બ્રજરાજનગરના ગાંધી ચોક પર એક કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહ્યાં છે. જ્યારે તે કારમાંથી ઉતર્યા તો તેમના પર એએસઆઈએ ફાયરિંગ કરી દીધુ હતું. 


આ પણ વાંચોઃ 'પાંડવો પોતાના સંબંધી પસંદ નહોતા કરી શકતા, ભારત પણ પોતાના પાડોશી પસંદ નથી કરી શકતો'


પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું
મીડિયા રિપોર્ટ પ્રમાણે સ્વાસ્થ્ય મંત્રી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું  છે. ગોળી તેમના છાતી પર વાગી છે. ઘટના સવારે 11.15 કલાક આસપાસની છે. ત્યારબાદ મંત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાની વિગત સામે આવી છે. તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ભુવનેશ્વરની અપોલો હોસ્પિટલમાં કરવામાં આવશે. 


કેમ ચલાવી ગોળી
ઓડિશાના કેબિનેટ મંત્રી નબા દાસ પર ફાયરિંગ કરનાર પોલીસકર્મીની ઓળખ ગોપાલ દાસના રૂપમાં થઈ છે. તે ગાંધી ચોકમાં એએસઆઈના રૂપમાં તૈનાત હતા. સૂત્રો અનુસાર ઘટના પહેલાથી નક્કી હતી. આ સિવાય નબા દાસની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. પ્રાપ્ત જાણકારી અનુસાર પોલીસની ટીમ હુમલો કરનારની પૂછપરછ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube