ભુવનેશ્વરઃ ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસ (Naba Kishore das)ની સાથે મોટી દુર્ઘટના થઈ હતી. એક પોલીસકર્મીએ મંત્રીને ગોળી મારી દીધી હતી. આ ગોળીબાર બાદ મંત્રીને સારવાર માટે ભુવનેશ્વરની અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હવે દુખદ સમાચાર સામે આવ્યા છે. મંત્રીનું સારવાર દરમિયાન નિદન થયું છે. ઘટના પ્રમાણે બ્રજરાજનગરમાં એક કાર્યક્રમમાં સામેલ થવા મંત્રી જઈ રહ્યાં હતા. પોલીસ અધિકારીએ ગોળી કેમ ચલાવી, તેનું કારણ સામે આવ્યું નથી. ગોળી તેમની છાતીમાં વાગી હતી. ત્યારબાદ તેમને બ્રજરાજનગરથી સારવાર માટે ભુવનેશ્વર ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે નિંદા કરી હતી. નવીન પટનાયક હોસ્પિટલ પહોંચ્યા હતા અને મંત્રીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઆઈડી-ક્રાઇમ કરી રહી છે તપાસ
ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસ પર ફાયરિંગ મામલાની તપાસ માટે સીઆઈડી-ક્રાઇમ બ્રાન્ચની રચના કરવામાં આવી છે. સાઇબર નિષ્ણાંત, બેલિસ્ટિક નિષ્ણાંત અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સહિત સાત સભ્યોની વિશેષ તપાસ દળની રચના કરવામાં આવી છે. ટીમનું નેતૃત્વ ડીએસપી રમેશ ચ ડોરા કરી રહ્યા છે. 


પોલીસકર્મીએ મારી હતી ગોળી
જાણકારી અનુસાર ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગરની પાસે એક પોલીસ અધિકારીએ ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબ કિશોર દાસને ગોળી મારી જેમાં તે ઈજાગ્રસ્ત થઈ ગયા. ઘટના સમયે તે બ્રજરાજનગરના ગાંધી ચોક પર એક કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહ્યાં છે. જ્યારે તે કારમાંથી ઉતર્યા તો તેમના પર એએસઆઈએ ફાયરિંગ કરી દીધુ હતું. 


નબ કિશોર દાસ અગાઉ કોંગ્રેસમાં હતા. તેઓ 2004માં પ્રથમ વખત ઓડિશાની ઝારસાગુડા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. જોકે તેઓ પરાજિત થયા હતા. આ પછી તેણે 2009માં ફરી ચૂંટણી લડી અને જીતી. તેણે 2014 અને 2019માં ચૂંટણી જીતીને જીતની હેટ્રિક ફટકારી હતી.


કેબિનેટમાં બીજા સૌથી ધનિક મંત્રી
હાલમાં તેઓ બીજુ જનતા દળમાં છે અને નવીન પટનાયકની સરકારમાં આરોગ્ય મંત્રી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નબ કિશોર દાસ દેશના સૌથી ધનિક મંત્રીઓમાંના એક છે. તેઓ કેબિનેટમાં મુખ્યમંત્રી પછી બીજા સૌથી અમીર મંત્રી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube