સોનપુરઃ ઓડિશાના સોનપુર  (Sonpur) માં એક લગ્ન સમારોહ માતમમાં ફેરવાઈ ગયો હતો. અહીં એક તરફ દુલ્હન (Bride) પક્ષ કન્યાની વિદાય (Farewell) કરી રહ્યો હતો. બીજીતરફ જાનૈયા દુલ્હનની વિદાયને લઈને ઉત્સુક હતા. આ સમયે અચાનક રડતા-રડતા દુલ્હનને હાર્ટ એટેક આવ્યો. જેના કારણે બન્ને પક્ષમાં માતમ છવાયો હતો. લગ્ન સમારોહ બાદ જ્યારે કન્યાને વિદાય આપવાનો સમય આવ્યો ત્યારે દુલ્હન એટલું રડી કે તેને રડતા રડતા હાર્ટ એકેટ આવી ગયો અને તેનું મોત થઈ ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ અનુસાર સોનપુર  (Sonpur of Odisha) માં શુક્રવારે એક લગ્ન સમારોહ ખુશીથી અચાનક મામતમાં બદલાય ગયો હતો. જુલાંડા ગામના મુરલી સાહૂની પુત્રી રોજીના લગ્ન બલાંગીર જિલ્લાના ટેટલગામના નિવાસી બિસીકેસન સાથે થયા. જ્યારે તેની વિદાય થઈ રહી હતી ત્યારે દુલ્હન સતત રડી રહી હતી અને ત્યારબાદ અચાનક બેભાન થઈ અને જમીન પર પડી. ત્યાં હાજર પરિવારજનોએ તેને માલિશ કરી અને મોઢા પર પાણી છાંટી જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ભાનમાં લાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા. 


આ પણ વાંચોઃ West Bengal: દક્ષિણ 24 પરગનામાં BJP કાર્યકર્તાઓ પર બોમ્બથી હુમલો, 6 ઈજાગ્રસ્ત


પરિવારજનોએ તત્કાલ ડૂંગુરિપાલી સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ ગયા. હોસ્પિટલ પહોંચતા ડોક્ટપોએ જણાવ્યું કે, તેને હાર્ટ એકેટ  (Heart Attack)  છે, જેથી તેનું મૃત્યુ થઈ ગયું. જાણકારી મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી અને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપી દીધો હતો. 


યુવતીના મોતના સમાચાર બાદ તે વિસ્તારના લોકો ચોંકી ગયા અને દુખી થયા હતા. જાણવા મળી રહ્યું છે કે રોજી ખુબ તણાવમાં હતી કારણ કે પહેલા જ તેના પિતાનું મોત થઈ ચુક્યુ હતું. તેના મામા અને  કેટલાક સામાજીક કાર્યકર્તાઓએ મળીને તેના લગ્નનું આયોજન કર્યું હતું. જ્યાં બધા લોકો તેના નવા જીવનની શરૂઆતની આશામાં ખુશી મનાવી રહ્યાં હતા ત્યાં દુખનો માહોલ છવાયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube