OLA: મહિલા પત્રકારની આપવીતી, કેબ ડ્રાઈવરે મારી સામે Masturbation શરૂ કર્યું, અને પછી અધવચ્ચે....
પત્રકારે સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે હું કેબથી ઓફિસથી ઘરે પાછી ફરી રહી હતી, ત્યારે ડ્રાઈવરે મારી સામે હસ્તમૈથુન (Masturbation) કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે મેં આ જોઈને બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી ભાગી ગયો.
બેગ્લુરું: કર્ણાટકની રાજધાની બેંગ્લુરુ (Bengaluru) માં એક મહિલા પત્રકાર (Female Journalist)ની સામે કેબ ડ્રાઈવરે (Cab Driver) અશ્લીલ હરકત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. પરંતુ ઘટનામાં મહિલાએ બૂમાબૂમ કરી મૂકતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હવે પોલીસ તે વ્યક્તિને શોધી રહી છે. પત્રકારે સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે હું કેબથી ઓફિસથી ઘરે પાછી ફરી રહી હતી, ત્યારે ડ્રાઈવરે મારી સામે હસ્તમૈથુન (Masturbation) કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે મેં આ જોઈને બૂમાબૂમ કરતા આરોપી ત્યાંથી ભાગી ગયો.
OLAએ ડ્રાઈવરને કર્યો સસ્પેન્ડ
ઈન્ડિયા ટૂડેના રિપોર્ટ અનુસાર, પીડિત મહિલા પત્રકારે જણાવ્યું છે કે ડ્રાઈવર એવું દેખાડવાની કોશિશ કરી રહ્યો હતો કે તેણે કંઈ ખોટું કર્યું નથી. જ્યારે મેં જોરશોરથી બૂમો પાડી તો તે ઘટનાસ્થળેથી ભાગી ગયો. મહિલા પત્રકારના આરોપ બાદ OLA ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધો છે. જ્યારે, બેંગ્લુરુંના પોલીસ કમિશનર કમલ પંત એ આ ઘટના પર ખેદ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આરોપીની ખુબ જલ્દીથી ધરપકડ કરવામાં આવશે.
'હું ત્યારે અંધારામાં રસ્તા પર હતી'
મહિલા પત્રકારે લખ્યું, 'જે શહેરને હું મારું ઘર કહું છું, ત્યાં આજે હું અસુરક્ષિત અનુભવું છું. હું કામ કરીને ઘરે પરત ફરી રહી હતી, ત્યારે ઓલા કેબનો ડ્રાઈવર મારી સામે હસ્તમૈથુન કરી રહ્યો હતો. તે વિચારી રહ્યો હતો કે હું તેની તરફ ધ્યાન આપી રહી નથી. પછી તેણે એવું નાટક કરવાનું શરૂ કર્યું કે તેણે કંઈ ખોટું કર્યું નથી. મેં તે જ સમયે બૂમો પાડી તો તેણે કેબ રોકી. કમનસીબે હું તે સમયે અંધારાવાળા રસ્તા પર હતી. તે રોકાઈ ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો.
થોડા સમય પછી મળી બીજી રાઈડ
પત્રકારે વધુમાં જણાવ્યું કે કેબમાં ઈમરજન્સી નંબર હતો, પરંતુ જ્યારે તમે આવી વિકટ સ્થિતિમાં હોવ છો તો તમને કંઈ યાદ આવતું નથી. તમારી પહેલી કોશિશ હોય છે, ત્યાંથી નીકળવાની અને મેં એજ કર્યું. કિસ્મત સારી હતી કે મને થોડીવારમાં બીજી રાઈડ મળી ગઈ. તેમણે જણાવ્યું કે, ઓલાએ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી નાંખ્યો છે. પરંતુ ઓફિસમાં કામ પત્યા પછી ઘરે પાછા ફરતી વખતે કેવી રીતે સુરક્ષિત મહેસૂસ કરીએ? શું અમે કામ કરવાનું બંધ કરી નાંખીએ?
પોલીસ કમિશનરે ખેદ વ્યક્ત કર્યો
બેંગલુરુ શહેર પોલીસ કમિશનર કમલ પંતે મહિલા પત્રકારના ટ્વીટનો જવાબ આપ્યો છે. તેમણે આ ઘટના માટે દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આ મામલાની તપાસ માટે એક ટીમ મોકલવામાં આવી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ કેબ ડ્રાઈવરો દ્વારા આવી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. તેના ખરાબ સ્વભાવની વાર્તાઓ દરરોજ સામે આવતી રહે છે.