આજના ડિજિટલ યુગમાં શું તમે વિશ્વાસ કરી શકો કે એક જૂની પાંચ રૂપિયાની નોટ પણ તમને કરોડપતિ બનાવી શકે? તને વિચારી રહ્યા હશો કે આ 5 રૂપિયાની નાનકડી નોટ તમને આટલી મોટી કમાણી કેવી રીતે કરાવી શકે? પરંતુ આ વાત સાચી છે. આ પોસ્ટમાં જૂની 5 રૂપિયાની નોટ પણ કેટલી મૂલ્યવાન સંપત્તિ બની શકે છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂની મૂલ્યવાન નોટ
જૂની કરન્સી નોટ ખાસ કરીને કેટલાક સીરિયલ નંબર કે વિશેષતાવાળી નોટ, પ્રાચીન વસ્તુઓનું કલેક્શન કરનારા માટે ખુબ મૂલ્યવાન બનતી હોય છે. દુનિયાભરમાં આવું કલેક્શન કરનારાઓ અને ઉત્સાહી લોકો હોય છે જે આ પ્રકારે દુર્લભ નોટો માટે સારી એવી રકમ ચૂકવવા માટે તૈયાર છે. આ આશ્ચર્યની વાત છે. પંરતુ આ એક એવી પ્રક્રિયા છે જે દુનિયાભરમાં વ્યાપક સ્તરે ફેલાયેલી છે. એ આપણે જાણીએ છીએ. 


5 રૂપિયાની જૂની નોટ
ખાસ કરીને જૂની 5 રૂપિયાની નોટનું એક અલગ મહત્વ છે. આ નોટ પોતાના અનોખા સીરિયલનંબ, તેના પર ખાસ ઓળખ કે ચિન્હ કે ઐતિહાસિક મહત્વના કારણે બજારમાં ઊંચી કિંમત મેળવતી હોય છે. આવું અમે નહીં પરંતુ આ પ્રકારની નોટોને ખરીદનારા ઉત્સાહી લોકો કહે છે. 


સીરિયલ નંબર અને વિશેષતાઓ
જેમ કે પહેલા જણાવ્યું તેમ જૂની 5 રૂપિયાની નોટનું મૂલ્ય તેના સીરિયલ નંબર અને ડિઝાઈન વિશેષતાઓ પર જ નિર્ભર કરે છે. થોડું વિસ્તારથી જાણીએ. 


સીરિયલ નંબર 786: આ 786 નંબર એ ઈસ્લામ ધર્મમાં ખુબ મહત્વ ધરાવે છે અને આ આંકડાવાળી નોટ કલેક્શન કરનારાઓને ખુબ પસંદ પડે છે. જો તમારી જૂની 5 રૂપિયાની નોટ પર આ સીરિયલ નંબર હોય તો આજની તારીખમાં તેની કિંમત એક લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. 


સતત સીરિયલ નંબર: 123456 જેવા સતત સીરિયલ નંબર આવતા હોય તો તે નોટને દુર્લભ બનાવે છે અને સંગ્રહકર્તાઓ વચ્ચે એક મૂલ્યવાન સંપત્તિ ગણાતી હોય છે. આવા અંકોની વિશેષતા જ તમના મૂલ્યને વધારે છે. 


ડિઝાઈન અને ચિત્ર: કેટલાક 5 રૂપિયાની નોટોમાં એક ટ્રેક્ટર પર એક ખેડૂતનું ચિત્ર હોય છે. જે સંગ્રહકર્તાઓને આકર્ષે છે. એટલું જ નહીં એક રૂપિયાની નોટની સ્થિતિ જ તેની કિંમત નક્કી કરે છે. એટલે કે ફાટેલી ન હોય, વધુ ઉપયોગમાં ન લેવાયેલી નોટના સારા ભાવ ઉપજતા હોય છે. 


ઘરની સફાઈ કરતી વખતે, અચાનક મળી આવનારું જૂનું પુસ્તક કે ગુલ્લકમાં આપણને આવી જૂની 5 રૂપિયાની નોટ મળવાની સંભાવના રહે છે. કે પછી કેટલાકલોકો વેચવા માટે આ પ્રકારની જૂની નોટો જમા પણ કરતા હોય છે. પરંતુ જેમણે સંગ્રહ કરીને રાખેલી છે તેમને કદાચ એ ખબર ન પણ હોય કે તેને કેવી રીતે વેચાય. 


કેવી રીતે વેચાય
ઓનલાઈન હરાજી: પોતાની જૂની કરન્સી નોટ વેચવા માટે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હરાજી વેબસાઈટ છે. eBay, CoinBazzar અને અન્ય મુદ્રા શાસ્ત્ર સાઈટ જેવી વેબસાઈટો તમને સંગ્રહકર્તાઓના વૈશ્વિક દર્શકો સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. 


મૂલ્યનું નિર્ધારણ
તમારી નોટોને વેચતા પહેલા તેના સંભવિત મૂલ્ય પર રિસર્ચ કરો. યાદ રાખો કે તમારી પાસે રહેલા રૂપિયાની નોટની દુર્લભતા, સ્થિતિ અને માંગ જેવા માપદંડો છેલ્લે તેની કિંમતને પ્રભાવિત કરશે. 


તમે જે રૂપિયાની નોટ  કે સિક્કો વેચી રહ્યા હોવ તેના વિવરણ અને તેના ઉચ્ચ ગુણવત્તાવાળી તસવીરો અપલોડ કરવાનું ન ભૂલતા. જો કે આ પ્રકારે સિક્કા વેચવા કાનૂની છે પરંતુ તમે જે પ્લેટફોર્મથી વેચી રહ્યા હોવ તેના નિયમો અને શરતોને સારી રીતે વાંચી લેજો. જેટલી સારી ક્વોલિટીના રૂપિયાની નોટ હશે તેટલા તેના ભાવ સારા ઉપજી શકે છે. સામાન્ય રીતે ફાટેલી અને વધુ વાળેલી નોટોને કોઈ ખરીદવાનું પસંદ નથી કરતું. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)