નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં એક ખુબ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે અહીં એક વૃદ્ધને મૃત સમજીને પરિવારજનો તેમના અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહને સ્મશાન ઘાટ પર લઈ ગયા. પરંતુ અંતિમ સંસ્કારની બરાબર પહેલા વૃદ્ધને હોશ આવ્યા અને ત્યારબાદ તો જાણે હડકંપ મચી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃદ્ધના પરિજનોએ શું ભૂલ કરી?
અત્રે જણાવવાનું કે વૃદ્ધ હોસ્પિટલમાં દાખલ હતા. તેમના પરિજનોએ ડોક્ટરની સલાહ વગર જ વૃદ્ધને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાવ્યા હતા. હોસ્પિટલે વૃદ્ધને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરતી વખતે ડિસ્ચાર્જ પેપર પર LAMA (Left Against Medical Advice) લખેલું હતું. 


વેન્ટિલેટર પરથી હટાવ્યા બાદ વૃદ્ધના શ્વાસ બંધ થઈ ગયા હતા
અત્રે જણાવવાનું કે વૃદ્ધ દ્વારકાની વેંકટેશ્વર હોસ્પિટલમાં દાખલ હતા. વૃદ્ધ કેન્સર પેશન્ટ છે. વેન્ટિલેટરનો ખર્ચો વધુ હોવાથી પરિજનો તેમને ઘરે લઈ ગયા હતા. વેન્ટિલેટર પરથી હટાવ્યા બાદ વૃદ્ધના શ્વાસ બંધ થઈ ગયા અને પરિજનોએ વિચાર્યું કે તેમનું મોત થઈ ગયું. ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ લઈ જવાયા. પરંતુ જ્યારે ચિતા પર મૃતદેહ મૂકવાનો સમય આવ્યો તો તેમના શ્વાસ ચાલવા લાગ્યા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube