સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે. આવતીકાલે દેશના તમામ કર્મચારી સંગઠનો સાથે વડાપ્રધાનની બેઠક થવાની છે.  પેન્શન, એનપીએસ સહિતના અનેક મુદ્દા ઉપર ચર્ચા થશે. અનેક રાજ્યોમાં જૂનાી પેન્શન યોજના લાગુ કરવાની થઈ રહેલી માંગ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન સાથે બેઠક બાદ મહત્વની જાહેરાત થઈ શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓ અનેક વર્ષોથી જૂની પેન્શન યોજનાને ફરીથી બહાલ કરવાની માંગણી કરી રહ્યા છે. જેને લઈને અનેક આંદોલન પણ થઈ ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્મિક મંત્રાલયે જેસીએમ સચિવ (સંયુક્ત પરામર્શ તંત્ર) શિવ ગોપાલ મિશ્રા અને જેસીએમના કર્મચારી પક્ષના અન્ય સભ્યોને શનિવારે પીએમના અધિકૃત નિવાસ સ્થાન પર વડાપ્રધાનને મળવા માટે નિમંત્રણ મોકલ્યું છે. બેઠકમાં જૂની પેન્શન યોજનાને બહાલ કરવાનો મુદ્દો ઉઠે તેવી શક્યતા છે. શિવગોપાલ મિશ્રાએ અંગ્રેજી અખબાર ધ હિન્દુને જણાવ્યું કે કર્મચારી પ્રતિનિધિઓએ પીએમ મોદીને મળવાની માંગણી કરી હતી. તેમણે કહ્યું કે અમે અનેક મુદ્દાઓ પર સરકારના સંપર્કમાં છીએ. અમે અમારા મુદ્દાઓ વિશે પીએમને મળવા માંગતા હતા. જૂની પેન્શન યોજનાની બહાલી એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જેનું હજુ સુધી સમાધાન થયું નથી. અમે વડાપ્રધાન સમક્ષ આ મુદ્દો ઉઠાવીશું. 


કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય જાહેર ઉપક્રમોના કર્મચારીઓના યુનિયનોએ અગાઉ 1 મેથી અનિશ્ચિતકાલીન  હડતાળ પર જવાનો નિર્ણય લીધો હતો. પરંતુ સરકાર સાથે ચર્ચા બાદ તેને ટાળવામાં આવ્યો. તેઓ જૂની પેન્શન યોજનાને બહાલ કરવા અને જાહેર ઉપક્રમોના ખાનગીકરણ અને નિગમીકરણને રોકવાની માંગણી કરી રહ્યા છે. કર્મચારી કેન્દ્ર પાસે વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓને ભરવાની પણ માંગણી કરી રહ્યા છે.