નવી દિલ્હી: સરકાર કર્મચારીઓ વચ્ચે જૂની પેન્શન નીતિની માગણી તેજ થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં જૂની પેન્શન નીતિ બહાલ કરવાની માગણીને લઈને હવે રાજ્ય કર્મચારી સંગઠનોની મહાહડતાળનું રેલવે કર્મચારીઓએ પણ સમર્થન કર્યું છે. રેલવે કર્મચારીઓના મોટા સંગઠન નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલવેમેન(એનએફઆઈઆર)એ પણ જાહેરાત કરી દીધી છે કે જો સરકાર જૂની પેન્શન નીતિ લાગુ કરવાનો નિર્ણય જલદી નહીં લે તો લાખો રેલવે કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરશે અને દેશભરમાં રેલવે ચક્કાજામ કરી દેવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનએફઆઈઆરના પ્રવક્તા એસ.એન. મલિકે કહ્યું કે રેલવે કર્મચારીઓ 2004થી જૂની પેન્શન નીતિ લાગુ કરવાની માગણી કરી રહ્યાં છે. લગભગ 6 લાખ રેલવે કર્મચારીઓ આ નવી પેન્શન નીતિના દાયરામાં આવે છે. જેનાથી તેઓ નાખુશ છે અને પોતાની સેવામાં જૂની પેન્શનલ નીતિ ઈચ્છે છે. આ દાયરામાં રેલવેના એન્જિનિયરોથી લઈને ખલાસી તમામ ગ્રેડના કર્મચારીઓ અને અધિકારીઓ આવે છે. જેમની સંખ્યા 6 લાખથી વધુ છે. આ અંગે વડાપ્રધાનથી લઈને રેલવે મંત્રીઓ સુધી અનેકવાર પત્ર લખીને પોતાની માગણી જણાવી છે પરંતુ તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. 


'સેના યુવકોના ગળામાં બંદૂક નાખીને ફોટો ખેંચવા માટે દબાણ કરે છે': મહેબુબા મુફ્તી 


મલિકે ઝી ન્યૂઝ ડિજિટલ સાથે વાતચીતમાં કહ્યું કે જો કેન્દ્ર સરકાર તરફથી જૂની પેન્શન નીતિને લઈને નિર્ણય ન લેવાયો તો લાખો રેલવે કર્મચારીઓ પણ દેશભરમાં હડતાળ કરશે અને રેલવેનું ચક્કાજામ કરશે. જેનાથી રેલવેનું કામકાજ પ્રભાવિત થશે. 


ઉલ્લેખનીય છે કે જૂની પેન્શન નીતિને બહાલ કરવાની માગણીને લઈને ઉત્તર પ્રદેશના રાજ્ય કર્મચારીઓ, શિક્ષક અને અધિકારીઓ આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે. જૂનું પેન્શનલ બહાલી મંચના બેનર હેઠળ 150 સંગઠનોના 20 લાખથી વધુ કર્મચારીઓ, શિક્ષકો , અધિકારીઓ લગભગ આજથી એક અઠવાડિયા સુધી હડતાળ કરવાના છે. સરકારે કડક કાર્યવાહી કરતા મહા હડતાળને ગેરકાયદેસર જાહેર કરીને એસ્મા લાગુ કર્યો છે. પરંતુ કર્મચારીઓ પ્રદેશમાં લાગુ થયેલા યુપી એસ્માથી ન ડરવાનો હુંકાર ભર્યો છે. 


BJPનું બંગાળ પર આટલુ ફોકસ કેમ વધી ગયું? મમતા બેનરજી ગુસ્સામાં શાં માટે?


વાત જાણે એમ છે કે મંગળવારે 5 ફેબ્રુઆરીએ લખનઉ સહિત પ્રદેશના તમામ જિલ્લાઓમાં એક જ મિશન જૂનું પેન્શનની તખ્તિઓ લઈને બાઈક રેલી નીકળી હતી અને ઓફિસોનું ભ્રમણ કરીને કર્મચારીઓને હડતાળમાં સામેલ થવાનુ આહ્વાન કર્યુ હતું. હડતાળ માટે નેતાઓનો સંકલ્પ જોઈને બપોર સુધી નક્કી થઈ ગયું હતું કે સરકાર ભલે ગમે તેટલી રોક લગાવે પરંતુ હડતાળ ચોક્કસપણે થશે. 


સરકારે આ હડતાળની અસરને ડામવા માટે સમગ્ર મશીનરી સક્રિય કરી છે. હડતાળ પર  જનારા કર્મચારીઓનો દાવો છે કે હડતાળ પૂરી ન  થાય ત્યાં સુધી ચૂંટણી કે પરીક્ષાના કામમાં સહયોગ નહીં કરાય. આ બાજુ યુપી બોર્ડની પરીક્ષાઓ સાત ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જ્યારે કર્મચારીઓ આજથી જ હડતાળ પર ઉતર્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...