O P Chautala disproportionate assets case: હરિયાણના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાને ચાર વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે આ ચૂકાદો આવક કરતાં વધુ સંપત્તિના મામલે સંભળાવ્યો છે. દિલ્હીની કોર્ટે હરિયાણાના પૂર્વ સીએમ પર 50 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ તેમની ચાર સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. રાઉઝ એવન્યૂ કોર્ટના ચૂકાદા અનુસાર હૈલી રોડ, ગુરૂગ્રામ જન પ્રતિનિધિ, પંચકુલા અને અસોલા સ્થિત ઓપી ચૌટાલાની સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત કોર્ટના 5 લાખ રૂપિયા સીબીઆઇને આપવા માટે પણ કહ્યું છે. ચૂકાદા અનુસાર જો દંડ આપતા નથી તો તેમને 6 મહિના વધુ સજા ભોગવવી પડશે. વર્ષ 2008 માં ઓમ પ્રકાશ ચૌટાલા અને 53 અન્ય પર વર્ષ 1999 થી વર્ષ 2000 સુધી રાજ્યમાં 3206 જુનિયર બેઝિક પ્રશિક્ષિત શિક્ષકોની નિયુક્તિના મામલે ગોટાળાના આરોપ લાગ્યા હતા. તેમાં પણ તે વર્ષ 2013 માં દોષી મળી આવ્યા હતા. ચૌટાલાને જાન્યુઆરી 2013 માં જેબીટી કૌભાંડમાં દોષી ગણવામાં આવ્યા હતા. જેબીટી કૌભાંડ ઉપરાંત આવક કરતાં વધુ સંપત્તિનો આ બીજો કેસ છે જેમાં ઓપી ચૌટાલા દોષી મળી આવ્યા છે. 


આ મામલે સજા સંભળાવતા કોર્ટે કહ્યું કે તેમની ચાર સંપત્તિ અટેચ કરવામાં આવશે. તો બીજી તરફ અભય ચૌટાલાએ કહ્યું કે આ ચૂકાદા વિરૂદ્ધ સોમવારે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરશે. સ્પેશિયલ જજ વિકાસ ધૂલે કહ્યું કે 21 મેના રોજ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની અલગ-અલગ કલમો હેઠળ દોષી ગણાવવામાં આવ્યા હતા. 


2006 માં નોંધાયો કેસ
કેસની સુનાવણી દરમિયાન કોર્ટને જાણવા મળ્યું કે આવક કરતાં 100 ગણી વધુ સંપત્તિ એકઠી કરી હતી. આ કેસ કોર્ટમાં 16 વર્ષ સુધી ખેંચાયો. તમને જણાવી દઇએ કે આ મામલે 2006 માં કેસ દાખલ થયો હતો. ઓમ પ્રકાશ ચૌટાલાએ હરિયાણાના મુખ્યમંત્રી રહેતા આ અઢળક સંપત્તિ એકઠી કરી હતી.


19 મેના રોજ પેન્ડીંગ રાખવામાં આવ્યો ચૂકાદો
કોર્ટે 19ના રોજ આ મામલે ચૂકાદો પેન્ડીંગ રાખ્યો હતો. સીબીઆઇ દ્રારા દાખલ ચાર્જશીટના અનુસાર પૂર્વ સીએમ ચૌટાલા વર્ષ 1993 અને વર્ષ 2006 વચ્ચે 6.09 કરોડ રૂપિયા (આવકના પોતાના સ્ત્રોત કરતાં વધુ)ની સંપત્તિ એકત્ર કરવા માટે જવાબદાર છે. મે 2019 માં ઇડીએ 3.6 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ કુર્ક કરી હતી. 


સીબીઆઇએ કરી હતી આકરી સજાની માંગ
સીબીઆઇએ ચૌટાલાએ આકરી સજા આપવાની માંગ કરી હતી. ઓમ પ્રકાશ ચૌટાલાના વકીલે તેમના ખરાબ સ્વાસ્થ્ય અને સારા વર્તન માટે સજામાં નરમાઇ વર્તવાની અપીલ કરી છે. તેમના વકીલે કહ્યું હતું કે ચૌટાલાને ફેફસાંમાં ઇન્ફેક્શન છે તે પોતાના કપડાં પણ બદલી શકતા નથી. તેમને ક્યાંય આવવા જવામાં બીજાની મદદ લેવી પડે છે. વકીલે દાવો કર્યો કે તે બિમારી હોવાથી 90 ટકા વિકલાંગ છે, એટલા માટે તેમને સજામાં રાહત આપવામાં આવે. 


ઓમ પ્રકાશ ચૌટાલા 1989 થી 2005 સુધી ચાર વાર હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમના પુત્ર દુષ્યંત ચૌટાલા હરિયાણાના ઉપમુખ્યમંત્રી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube