કલમ 370: નજરકેદ રખાયેલા ઉમર અને મહેબુબા બાખડી પડ્યાં, કારણ હતું ભાજપ
એક બીજાના કટ્ટર રાજકીય હરિફ ગણાતા ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ ગત અઠવાડિયે હરિ નિવાસ મહેલમાં નજરકેદ કરીને રખાયા હતાં. મીડિયા રિપોર્ટ્સ મુજબ અધિકારીઓએ જણાવ્યું કે આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર વિવાદ ઊભો થયો અને તે એટલો વધી ગયો કે બંનેને અલગ રાખવા પડ્યાં. હકીકતમાં બંને નેતાઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને લાવવાનો આરોપ એક બીજાના માથે થોપી રહ્યાં હતાં.
નવી દિલ્હી: એક બીજાના કટ્ટર રાજકીય હરિફ ગણાતા ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ ગત અઠવાડિયે હરિ નિવાસ મહેલમાં નજરકેદ કરીને રખાયા હતાં. મીડિયા રિપોર્ટ્સ મુજબ અધિકારીઓએ જણાવ્યું કે આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર વિવાદ ઊભો થયો અને તે એટલો વધી ગયો કે બંનેને અલગ રાખવા પડ્યાં. હકીકતમાં બંને નેતાઓ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને લાવવાનો આરોપ એક બીજાના માથે થોપી રહ્યાં હતાં.
પી ચિદમ્બરમનું વિવાદિત નિવેદન, 'જો કાશ્મીરમાં હિન્દુ બહુમતી હોત તો BJPએ કલમ 370 ન હટાવી હોત'
મહેબુબા પર રાડારાડ કરી ઉમર અબ્દુલ્લાએ
આ બધા વચ્ચે ઉમર અબ્દુલ્લા મહેબુબા પર ઉકળી ઉઠ્યાં અને તેમના દિવંગત પિતા મુફ્તી મોહમ્મદ સઈદ પર ભાજપ સાથે 2015 અને 2018માં ગઠબંધન કરવાનો ટોણો મારી દીધો. સૂત્રોના જણાવ્યાં મુજબ બંને નેતાઓ વચ્ચે ખુબ હૂંસાતૂંસી થઈ અને ત્યાં હાજર સ્ટાફે પણ આ તડાફડી સાંભળી. પીડીપી ચીફ મહેબુબાએ નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાને જડબાતોડ જવાબ પણ આપ્યાં.
જુઓ LIVE TV