નવી દિલ્હી : નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ પુલવામાં આતંકવાદી હૂમલામાં દિલ્હીમાં શનિવારે થયેલી સર્વદળીય બેઠકમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં જમ્મુમાં હિંસા અને બીજા રાજ્યોમાં તણાવને ધ્યાને રાખી શાંતિ જાળવી રાખવાની અપીલનો સમાવેશ કરવામાં નહી આવવાનાં કારણે નિરાશા વ્યક્ત કરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર દ્વારા બોલાવવામાં આવેલ સર્વદળીય બેઠકમાં તમામ મોટી પાર્ટીઓનાં વરિષ્ઠ નેતાઓ જોડાયા હતા. આ બેઠકમાં આતંકવાદી હૂમલા અને સીમા પારથી તેને મળી રહેલા સમર્થનની નિંદા કરતા એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. વિપક્ષી પાર્ટીનાં સભ્યોએ આ પડકારની પહોંચી વળવા માટે સરકારને સમર્થન આપ્યું છે. 

ઉમર અબ્દુલ્લાએ ટ્વીટર પર કહ્યું કે, મને તે વાતની નિરાશા છે કે પ્રસ્તાવમાં શાંતિની અપીલનો સમાવેશ થાય છે. જમ્મુમાં હિંસા અને કેટલાક રાજ્યોના યુનિવર્સિટી/કોલેજનાં પરિસરમાં તણાવના સમાચારો જોવા મળી રહ્યા છે. જેના કારણે શાંતિની અપીલ કરવામાં આવશે તેવી આશા હતી. 

જમ્મુ કાશ્મીરની શિયાળુ રાજધાની શુક્રવારે જમ્મુ વાણીજ્ય અને ઉદ્યોગ મંડળ (જેસીસીઆઇ) દ્વારા બંધનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ બંધ દરમિયાન મોટા પ્રમાણમાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. લોકોએ આતંકવાદી હૂમલા પ્રત્યે રોષ વ્યક્ત કરતા માર્ગ પર પ્રદર્શન કર્યું અને સીઆરપીએફનાં 40 જવાનોને શ્રદ્ધાંજલી અર્પીત કરવા માટે કેંડલ માર્ચ પણ કાઢી હતી. 

પોલીસ કર્મચારી સહીત 9 લોકો શુક્રવારે સવારે થયેલા પથ્થરમારામાં ઘાયલ થયા અને અનેક વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને આગચંપી કરવામાં આવી. જમ્મુમાં શનિવારે કર્ફ્યું લાગેલો રહ્યો હતો.