નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને ફારુક અબ્દુલ્લાએ ગુરૂવારે (01 ઓગષ્ટ) ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંન્ને વચ્ચે કાશ્મીરની હાલની સ્થિતી પર વાતચીત થઇ. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ નેશનલ કોન્ફરન્સનાં નેતા ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે, અમે વડાપ્રધાન મોદીને કહ્યું કે, રાજકારણમાં કોઇ એવા પગલા ન ઉઠાવવામાં આવે, જેના કારણે ત્યાંની સ્થિતી ખરાબ થાય. તેમણે કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે, સરકાર કોઇ એવા નક્કર પગલા ઉઠાવે જેના કારણે ખીણમાં ફરીથી આવી સ્થિતી ન સર્જાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zomato વિવાદ: અમિત શુક્લા વિરુદ્ધ ધાર્મિક ભાવના ભડકાવવા માટે થશે કાર્યવાહી
ઉમર અને ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, અમે વડાપ્રધાન મોદી સાથે જમ્મુ કાશ્મીરની સ્થિતી અંગે વાત કરવા માટે સમય માંગ્યો હતો. ખીણમાં છેલ્લા ઘણા સમયથી તણાવની સ્થિતી હતી, અમે તે અંગે તેમને માહિતગાર કરાવવા માંગતા હતા. ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવવાની માંગ કરી છે. ઉમર અબ્દુલ્લા સાથે પાર્ટીનાં વરિષ્ઠ નેતા ફારુ અબ્દુલ્લા પણ હાજર હતા. નેશનલ કોન્ફરન્સનાંનેતા ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, અમે આર્ટિકલ 35 એ અને 370નો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, અમે તેમાં છેડછાડ નહી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, અધિકારીઓ અફવા ફેલાવી રહ્યા છે અને લોકોને કરિયાણુ, દવા અને ગાડીઓ માટે પેટ્રોલ એકત્ર કરવા માટે જણાવી રહ્યા છે, કારણ કે અનિશ્ચિતાનો એક લાંબો સમય આવવાનો હોવાની વાત કહેવાઇ રહી છે. 


ICJ ના ચુકાદા બાદ પાકે જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાની જાહેરાત કરી
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, દિલ્હીમાં 200 યૂનિટ સુધી વીજળી મફત
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ઉમર અબ્દુલ્લાએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે, કેન્દ્રને સુપ્રીમ કોર્ટનાં ચુકાદાની રાહ જોવી જોઇએ. જ્યાં આર્ટિકલ 35એ અને 370 મુદ્દે અરજી કરવામાં આવેલી છે. અબ્દુલ્લાએ કહ્યું હતું કે, તમે આટલી ઉતાવળ શા માટે કરી રહ્યા છો ? અમે સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું સન્માન કરીશું, જેવું કે અમે હંમેશા કર્યું છે.